ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : ખરીદી કરી ઘરે જતાં બાઇકસવાર બે યુવકને રખડતા ઢોરે અડફેટે લીધા, એકનું મોત

આ ઘટનામાં મૃતક યુવકની ઓળખ દિલીપ બારિયા તરીકે થઈ છે.
10:33 AM Jan 06, 2025 IST | Vipul Sen
આ ઘટનામાં મૃતક યુવકની ઓળખ દિલીપ બારિયા તરીકે થઈ છે.
Vadodara_Gujart_first
  1. Vadodara માં રખડતા ઢોરનો આતંક હાલ પણ યથાવત
  2. વાઘોડિયામાં રખડતા ઢોરે બાઈકસવાર યુવકોને અડફેટે લીધા
  3. બાઇકચાલકનું ઘટના સ્થળ પર મોત, અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

વડોદરામાં (Vadodara) ફરી એકવાર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. વાઘોડિયામાં રખડતા ઢોરે બાઇકને અડફેટે લેતા ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વાઘોડિયા (Waghodia) બજારમાંથી સામાનની ખરીદી કરી બાઇકસવાર યુવકો ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.

આ પણ વાંચો - Rajkot : AIIMS માં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ, કારણ ચોંકાવનારું!

રખડતા ઢોરે બાઈકસવાર યુવકોને અડફેટે લીધા

વડોદરા જિલ્લામાં (Vadodara) રખડતા ઢોરોનો ત્રાસ હાલ પણ યથાવત છે. રખડતા ઢોરનાં કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. માહિતી અનુસાર, વાઘોડિયા બજારમાંથી (Waghodia Market) બાઇક સવાર બે યુવક સામાનની ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન, રખડતા ઢોરે બાઈકસવાર યુવકોને અડફેટે લીધા હતા. આથી, બાઈકચાલક યુવક નીચે પટકાયો હતો અને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર પાછળ બેસેલા યુવકને ઇજાઓ થઈ હતી.

આ પણ વાંચો - Banaskantha Division : એક તરફ વિરોધનો વંટોળ, બીજી તરફ ઉજવણી! થરાદમાં રેલી અને સન્માન કાર્યક્રમ!

બાઇકચાલકનું મોત, અન્ય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે યુવકનાં મોતને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક યુવકની ઓળખ દિલીપ બારિયા તરીકે થઈ છે. જ્યારે, દશરથ પટેલ નામનો યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ગોઝારી ઘટના બાદ રખડતા ઢોરોનો આતંક ડામવામાં નગરપાલિકા (VMC) ફરી એકવાર નિષ્ફળ સાબિત થઇ હોવાની ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો - Weather Report : ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં અસર! ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા

Tags :
Breaking News In GujaratiCattleGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiVadodaraVMCWaghodia Market
Next Article