Vadodara : વડોદરા જિલ્લા ભાજપમાં ભડકો! બેઠકમાં ધારાસભ્યો નારાજ થયાની ચર્ચા
- Vadodara જિલ્લા ભાજપ સંગઠનની રચનાનું કોકડું ગૂંચવાયું!
- વડોદરા જિલ્લા ભાજપમાં ભડકો થવાનાં એંધાણ
- જિલ્લા સંગઠન માટેની બેઠકમાં ધારાસભ્યો નારાજ થયાની ચર્ચા
- વડોદરાનાં સહપ્રભારી મંત્રી કમલેશ પટેલ ભાજપ કાર્યાલય આવ્યા
- સંગઠનમાં જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ આપ્યાની ચર્ચા
Vadodara : વડોદરા જિલ્લા ભાજપ અંગે મોટા સમાચાર આવ્યા છે. વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની (Vadodara District BJP Organization) રચનાનું કોકડું ગૂંચવાયું હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લા સંગઠન માટેની બેઠકમાં ધારાસભ્યો નારાજ થયાની ચર્ચા છે. આથી, વડોદરા જિલ્લા ભાજપમાં ભડકો થવાનાં એંધાણ છે. નારાજગીની વાતો વચ્ચે વડોદરાનાં સહપ્રભારી મંત્રી કાર્યાલય દોડી આવ્યા હતા. સંગઠનમાં જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોનાં નામ આપ્યાની ચર્ચાઓ સામે આવી છે. અંગત માણસોનાં નામ આપતા ધારાસભ્ય નારાજ થયાની પણ ચર્ચા છે. જો કે, ધારાસભ્યોએ નારાજગીની વાત નકારી છે.
આ પણ વાંચો- Kumarbhai Kanani : સાવરકુંડલામાં બેનર લાગતા રાજકારણ ગરમાયું! MLA કુમારભાઈ કાનાણીની પ્રતિક્રિયા
Vadodara જિલ્લા સંગઠન માટેની બેઠકમાં ધારાસભ્યો નારાજ થયાની ચર્ચા
વડોદરા જિલ્લા (Vadodara) ભાજપમાં સંગઠનની રચનાનું કોકડું ગૂંચવાયું હોય તેવા અહેવાલ છે. તાજેતરમાં યોજાયેલ જિલ્લા સંગઠન માટેની બેઠકમાં ધારાસભ્યો નારાજ થયાની ચર્ચા છે. ચર્ચા છે કે સંગઠનમાં જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોનાં નામ આપ્યા હોવાથી ધારાસભ્યો નારાજ થયા છે. જો કે, આ વચ્ચે વડોદરાનાં સહપ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ (Kamleshbhai Patel) ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને તમામ સાથે અલગથી બેઠક કરી હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો- Amreli : કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતની પ્રતિક્રિયા, કહ્યું- પોસ્ટ મુદ્દે મારે..!
'અમારે નામ આપવાના હતા એટલે અલગથી બેઠક કરી'
પ્રાપ્ત અહેવાલ અનુસાર, બેઠક બાદ ધારાસભ્યોએ કોઈ નારાજગી ન હોવાની વાત કરી છે. વડોદરાનાં સહપ્રભારી મંત્રીએ પણ નારાજગીની વાતોને ફગાવી છે. સાથે જ બધા વચ્ચે મનમેળ અને સુમેળ હોવાનાં સંકેત આપ્યા છે. માહિતી મુજબ, ધારાસભ્યોએ જણાવ્યું કે, અમારી વચ્ચે કોઈ નારાજગી નથી. અમારે નામ આપવાના હતા એટલે અલગથી બેઠક કરી. અમે પાંચેય ધારાસભ્યો પહેલાથી જ ગાઢ મિત્રો છીએ. બધાને સાથે લઈ ચાલે એવા લોકોની નિમણૂક થવી જોઈએ. વડોદરાનાં સહ પ્રભારીમંત્રી અને જિલ્લા ભાજપ (Vadodara BJP) પ્રમુખે પણ નારાજગીની વાત નકારી છે.
આ પણ વાંચો- કમોસમી વરસાદથી કૃષિ પાકોને નુકસાન, Kisan Sangh એ ઉઠાવી વળતર અને સહાયની માગ


