- વડોદરા પાલિકા સંચાલીત કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉદઘાટન બાદ પણ સંપૂર્ણ કાર્યરત નથી થયા
- છાણી, માંજલપુર, અટલાદરામાં 18 કરોડના ખર્ચે બનાવેલ CHC સેન્ટરમાં લોકોને નથી મળી રહી સુવિધા
- 6 મહિના પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય CHC સેન્ટરોનું કર્યું ઉદઘાટન
- CHC સેન્ટરમાં એક્સ રે મશીન અને સોનોગ્રાફી મશીન હજી સુધી નથી કર્યા શરૂ
- લાખો રૂપિયાની મશીન લાવીને મૂકી દેવાઈ પણ હજી ઇન્સ્ટોલ નથી કરાઈ
- CHC સેન્ટરમાં સ્ટાફની ભારે અછત હોવાથી દર્દીને દાખલ પણ નથી કરાતા
- એક CHC સેન્ટરમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ પણ દર્દી દાખલ કરવાની સુવિધા શરૂ ન કરાતાં બેડ ખાઈ રહ્યા છે ધૂળ
- છાણી CHC સેન્ટરમાં બાયો-કેમેસ્ટ્રી ટેસ્ટની સુવિધા હજી નથી કરાઈ શરૂ
- CHC સેન્ટર પર રોજ મોટી સંખ્યામાં દર્દીઓ રોજ આવે છે સારવાર માટે
- એક CHC સેન્ટર પર 7 મેડિકલ ઓફિસરની કરાઈ છે નિમણુક પણ CHC સેન્ટર સંપૂર્ણપણે કાર્યરત ન હોવાથી લોકોને નથી મળતો સુવિધાનો લાભ
Home » વડોદરાના 3 CHC સેન્ટરોમાં મશીનો ખાઇ રહ્યા છે ધૂળ, તંત્રની ઘોર બેદરકારી
વડોદરાના 3 CHC સેન્ટરોમાં મશીનો ખાઇ રહ્યા છે ધૂળ, તંત્રની ઘોર બેદરકારી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
158
વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipality) સંચાલીત કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો (Community Health Center)ઉદઘાટન બાદ પણ સંપૂર્ણપણે કાર્યરત ન થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એક CHC સેન્ટર પર 7 મેડિકલ ઓફિસરની નિમણૂક કરાઈ છે પણ CHC સેન્ટર સંપૂર્ણપણે કાર્યરત ન હોવાથી લોકોને સુવિધાનો લાભ મળતો નથી.
6 મહિના પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રણેય CHC સેન્ટરોનું ઉદઘાટન કર્યું હતું
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના છાણી, માંજલપુર, અટલાદરા વિસ્તારમાં 18 કરોડના ખર્ચે CHC સેન્ટર બનાવવામાં આવ્યા છે. જો કે આ તમામ CHC સેન્ટરમાં લોકોને કોઇ પણ પ્રકારની સુવિધા મળી રહી નથી. 6 મહિના પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રણેય CHC સેન્ટરોનું ઉદઘાટન કર્યું હતું. આ CHC સેન્ટરમાં એક્સ-રે મશીન અને સોનોગ્રાફી મશીન હજી સુધી શરુ કરાયા જ નથી. CHC સેન્ટરમાં સ્ટાફની ભારે અછત હોવાથી દર્દીને દાખલ પણ કરવામાં આવી શકતા નથી.
હજું મશીનને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા નથી
CHC સેન્ટરોમાં લાખો રૂપિયાના મશીન લાવીને મૂકી દેવાયા છે પણ હજું મશીનને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા નથી જેથી લોકોને તેનો લાભ મળતો નથી. CHC સેન્ટરમાં સ્ટાફની ભારે અછત હોવાથી દર્દીને દાખલ પણ કરી શકાતા નથી. એક CHC સેન્ટરમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ છે પણ દર્દી દાખલ કરવાની સુવિધા શરૂ ન કરાતાં બેડ પણ ધૂળ ખાઈ રહ્યા છે.
લોકોને સુવિધાનો લાભ મળતો નથી.
બીજી તરફ છાણી CHC સેન્ટરમાં બાયો-કેમેસ્ટ્રી ટેસ્ટની પણ હજું સુવિધા શરુ કરાઇ નથી. CHC સેન્ટર પર રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે .એક CHC સેન્ટર પર 7 મેડિકલ ઓફિસરની નિમણૂક કરાઈ છે પણ CHC સેન્ટર સંપૂર્ણપણે કાર્યરત ન હોવાથી લોકોને સુવિધાનો લાભ મળતો નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject