Download Apps
Home » દુનિયાનું પહેલું વિમાન મુંબઈના વૈજ્ઞાનિકે ઉડાવ્યું હતું, જાણો સાચો ઈતિહાસ

દુનિયાનું પહેલું વિમાન મુંબઈના વૈજ્ઞાનિકે ઉડાવ્યું હતું, જાણો સાચો ઈતિહાસ

વડોદરામાં (Vadodara) એવિએશન સેકટરના (Aviation Sector) રસપ્રદ ઈતિહાસને દર્શાવતુ એક પ્રદર્શન એમ.એસ.યુનિવર્સિટીની (M.S. University) ટેકનોલોજી ફેકલ્ટીમાં ચાલી રહ્યું છે. જેમાં દેશના એવિએશન સેક્ટરના ઈતિહાસને પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન (Exhibition) નિહાળ્યા બાદ આપણા દેશના એવિએશન સેક્ટરના ભવ્ય ઈતિહાસની ઝાંખી જોવા મળશે.
એવિએશન સેકટર સાથે વડોદરાનો જુનો નાતો
ભારતમાં હવે લોકો હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યા વધી રહી છે. સમય બચે તે હેતુથી લોકો હવે ધીરે-ધીરે હવાઈ મુસાફરી તરફ વળ્યા છે ત્યારે આ પ્રદર્શન દેશના એવિએશન સેક્ટરને રજુ કરે છે. વડોદરાનો એવિએશન સેકટર સાથે નાતો બહુ જુનો રહ્યો છે. બહુ ઓછાને ખબર છે કે, આઝાદી પહેલા વડોદરા રાજ્ય પાસે પોતાની એરફોર્સ હતી અને વડોદરામાં ગ્લાઈડર બનાવવાની ફેકટરી પણ સ્થપાઈ હતી.
  • વડોદરામાં બનેલુ જર્મન ગ્લાઈડર અને તેને બનાવવા માટેની મશિનરી બાદમાં ટેકનોલોજી ફેકલ્ટીને આપી દેવામાં આવી હતી. આ ગ્લાઈડર અને મશિનરી આજે પણ ટેકનોલોજી ફેકલ્ટીમાં છે અને તેને પણ પ્રદર્શિત કરવામાં આવનાર છે.
વડોદરા સ્ટેટની પોતાની એરફોર્સ હતી
આર્ટ હિસ્ટોરિયન અને આ આયોજન કરનારા ચંદ્રશેખર પાટીલ કહે છે કે, વડોદરા સ્ટેટ પાસે તેની પોતાની એરફોર્સ હતી. આ એરફોર્સમાં ફાયર પીટ નામના 15 થી 17 વિમાનોની સ્કવોડ્રનનો સમાવેશ થતો હતો અને તેને પોતાનો સિમ્બોલ પણ હતો. બીજા વિશ્વયુધ્ધમાં વડોદરા રાજ્યની એરફોર્સના વિમાનોનો ઉપયોગ બ્રિટને જર્મની સામે લડવા માટે કર્યો હતો.
રાઈટ બ્રધર્સે પહેલાં જુહુ ચોપાટી પરથી ઉડ્યું હતું દુનિયાનુ પહેલુ વિમાન
તેમણે જણાવ્યું કે, દુનિયાનુ પહેલું વિમાન રાઈટ બ્રધર્સે ઉડાડયું હોવાનું મનાય છે પણ તેના આઠ વર્ષ પહેલા મુંબઈના વૈજ્ઞાનિક શિવજી ભાઉસાહેબ તળપડેએ વિમાન બનાવીને જુહુ ચોપાટી પરથી વર્ષ 1895 માં ઉડાડ્યું હતું. મહારાજા સયાજીરાવે આ વિમાન બનાવવા માટે શિવજી ભાઉસાહેબ તળપડેને આર્થિક સપોર્ટ કર્યો હતો. આ વિમાનની ટેકનોલોજી મરક્યુરી આયન પર આધારિત હતી. જેના ગેસનો ઉપયોગ કરીને વિમાનને ઉડાડી શકાતુ હતુ. આ વિમાનની પહેલી ઉડાન જોવા માટે મહારાજા સયાજીરાવ મુંબઈ પણ ગયા હતા. દુનિયાના પહેલા વિમાનની ઉડાનનો અહેવાલ તે સમયે લોક માન્ય ટિળકના અખબાર કેસરીમાં પણ છપાયો હતો.
  • ચંદ્રશેખ પાટિલે આ બધી જ રસપ્રદ જાણકારી દોઢ દાયકાના રિસર્ચ બાદ ભેગી કરી છે અને તેને પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે.
હરણી એરપોર્ટનો ઉદ્ભવ
તેમના જણાવ્યા પ્રમાણે મહારાજા સયાજીરાવે વર્ષ 1927માં પહેલું વિમાન યુરોપિયન દેશ ઓસ્ટ્રિયામાં ખરીદયુ હતુ. તેને ઓસ્ટ્રિયામાં જ મુકી રખાયું હતું. વર્ષ 1930માં વડોદરામાં એરપોર્ટ બનાવવા માટે જગ્યાની શોધખોળ શરૂ કરાઈ હતી. વર્ષ 1937માં આજનું હરણી એરપોર્ટ કાર્યરત થયું હતું. જે તે સમયે તેને હરણી એરોડ્રામ તરીકે ઓળખવામાં આવ્યું હતું.
વડોદરામાં ગ્લાઈડર બનાવવાની ફેકટરી શરૂ
જર્મનીની કંપની સાથે વડોદરા રાજ્ય દ્વારા વડોદરામાં ગ્લાઈડર બનાવવાની ફેકટરી સ્થાપવા માટે જર્મન કંપની સાથે કરાર થયા હતા. આ કંપની વડોદરામાં કાર્યરત પણ થઈ ગઈ હતી. કંપનીએ પહેલા બે ગ્લાઈડર 451 બનાવ્યા હતા અને તે સમયે બીજું વિશ્વ યુધ્ધ ફાટી નીકળતા આ કંપની કમનસીબે બંધ થઈ ગઈ હતી. જો કે વડોદરા એરપોર્ટ ધમધમતુ થઈ ગયુ હતુ.
વડોદરા એરપોર્ટ ધમધમતું થયું
ચંદ્રશેખર પાટીલના જણાવ્યા અનુસાર વડોદરા એરપોર્ટ પરથી ઈન્દોર, મુંબઈ, દિલ્હી અને કરાંચીની ફ્લાઈટો ઉપડતી હતી. TATA કંપનીએ તે સમયે વડોદરા રાજ્ય સાથે જોડાણ કર્યુ હતુ અને વડોદરા એરપોર્ટ પરથી ઓપરેટ થતી મોટાભાગની ફ્લાઈટો TATA કંપનીની જ હતી. લંડનની એક ઈન્ટરનેશનલ ફ્લાઈટ પણ વડોદરા આવતી હતી. વર્ષ 1945માં મહારાજા પ્રતાપસિંહ રાવે પોતાનુ એક VIP પ્લેન ખરીદયું હતુ અને તેમાં તમામ પ્રકારની સુવિધાઓ હતી. મહારાજા પ્રતાસસિંહ રાવ પાયલોટ પણ હતા. તેઓ જાતે પ્લેન ઉડાવીને કરાંચી ગયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા