Home » સુરતમાં કારખાનાના સુપરવાઇઝરની કોણે કરી હત્યા?
સુરતમાં કારખાનાના સુપરવાઇઝરની કોણે કરી હત્યા?
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
236
સુરત (Surat) શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક યુવકની લાશ મળી આવ્યાની જાણકારી મળતા જ ઉધના પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરતા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં એક કારખાનામાં કામ કરતા સુપરવાઇઝર મકાનમાંથી પડી ગયા બાદ તેનું મોત થયા હોવાની વિગતો સામે આવી હતી. જોકે પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરતા મંડળ કારખાનાના સુપરવાઇઝરના શરીર ઉપરથી 11 જેટલા ઘાના નિશાન મળી આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
લાશ પર 11 ઘા મળ્યા
ડાયમંડ સિલ્ક અને બ્રિજસિટી તરીકે ઓળખાતું સુરત હવે ક્રાઈમ સીટી તરીકે પોતાની ઓળખ ધીરે ધીરે આગળ વધારી રહ્યું છે. સુરતમાં સતત બની રહેલી હત્યાની ઘટનાઓને લઈને સુરતની ઓળખ હવે ક્રાઇમ સિટી તરીકે થવા માંડી છે. ત્યારે સુરત સીટીના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર નજીક ના એક કારખાનામાં સુપરવાઇઝર તરીકે કામ કરતા મહેન્દ્ર શર્મા નામના યુવક કારખાનાની પાછળના ભાગે નવા બંધાતા બિલ્ડિંગથી પડી ગયા બાદ તેમનું મોત થયા હોવાનો કોલ સુરત પોલીસને મળતા પોલીસ તાત્કાલિક ઘટનાને દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસની તપાસના સામે આવ્યું હતું કે મહેન્દ્ર શર્મા નામના આ સુપરવાઇઝરની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા 11 જેટલા ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરેલા હોવાનું પોલીસની પ્રાથમિક કપાસમાં સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં સતત હત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે આ બનાવો થી પોલીસની શાખ સામે મોટા સવાલો ઉભા થઇ થયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject