Home » ખેતીમાં વપરાતા નીમ કોટેડ યુરીયા ખાતરનો ઔદ્યોગીક વપરાશ માટે લાવનાર શખ્સ ઝડપાયો
ખેતીમાં વપરાતા નીમ કોટેડ યુરીયા ખાતરનો ઔદ્યોગીક વપરાશ માટે લાવનાર શખ્સ ઝડપાયો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
148
સુરત(Surat)ના પાંડેસરા વિસ્તારમાં ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતું સબસીડી યુકત નીમ કોટેડ યુરીયા ખાતરનો જથ્થો મંગાવી ગેરકાયદેસર વપરાશ કરતા રાધે રાધે ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલના માલીક અને ખાતરના ખોટા બિલ બનાવી આપનાર ઇસમની ધરપકડ સુરત શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવી છે.
ખેત વપરાશમાં કરવાના બદલે અન્ય ઔધોગીક વપરાશમાં કરવાનો હેતુ
સુરત સીટી વિસ્તારમાં ખેતી અધિકારી તરીકે ફરજ બજાવતા વિશાલકુમાર કોરાટ તથા પોલીસ ટીમે તારીખ 6 ફેબ્રુઆરી 2023ના રોજ આરોપી સત્યેન્દ્રસિંહ રાજેશસિંહ બલરામસિંહ રાજપુતના કબ્જાના મકાનમાંથી નિમકોટેડ ખાતર મળી આવ્યું હતી. આ સબસીડીવાળા રસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયા જે ખેતીમાં વપરાશમાં ઉપયોગમાં લેવાય છે તેનો ઉપયોગ ખેત વપરાશમાં કરવાના બદલે અન્ય ઔધોગીક વપરાશમાં કરવાનો હતી. 50 કિલોની 52 નંગ થેલીઓ માળી આવી હતી. આ ઉપરાંત અન્ય 4 બેગ પણ મળી આવ્યુ હતું. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે બે આરોપીને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મામલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. તપાસ માટે આ બાબતે એક SITની પણ રચના કરવામાં આવી હતી.
સબસીડી જાહેર કરેલ નીમ કોટેડ યુરીયા ખાતર ગેરકાયેસર રીતે મેળવતો હતો
ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સત્યેન્દ્રસીંહ રાજપુતની ઉંડાણપુર્વક તપાસ કરી તેના મોબાઇલ નંબરની માહિતી મંગાવી એનાલીસીસ કરતા આરોપી રાધેરાધે ડાઇંગ એન્ડ પ્રીન્ટ મીલમાં સીકયુરીટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો અને તેના માલીક સોનું અગ્રવાલ પોતાની મીલમાં ઔધોગીક એકમમાં વાપરાશ કરવામાં આવતુ યુરીયા ખાતરની જગ્યાની ખેતીના વપરાશ માટે સરકાર દ્વારા સબસીડી જાહેર કરેલ નીમ કોટેડ યુરીયા ખાતર ગેરકાયેસર રીતે મેળવી ખેતીની જગ્યાએ આ યુરીયા ખાતરનો વપરાશ કરતા હોવાનું સામે આવ્યું હતું.
સોનું અગ્રવાલની ગણતરીના સમયમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
સપ્ટેમ્બર 2022માં ખેતીવાડીખાતાના અધિકારીઓએ રેઇડ કરી ખાતર પકડી પાડતા પોતાના ઔધોગીક એકમમાં ગેરકાયદેસર સબસીડીયુકત યુરીયા ખાતરનો વપરાશ કરી આર્થીક લાભ મેળવવાના હેતુથી આરોપીએ સીકયુરીટી સુપરવાઇજર સત્યેન્દ્રપાલના રહેણાંક મકાનની આગળ ખાલી જગ્યાનો ગોડાઉન તરીકે ઉપયોગ કરી ગેરકાયેસર યુરીયા ખાતરની બોરીયો સંગ્રહ કરતો હતો. આ હકીકત સામે આવતા જ સોનું અગ્રવાલની ગણતરીના સમયમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
કુંદન મિશ્રા નામના વ્યકિત પાસેથી યુરીયા ખાતરના જથ્થાના ખોટા બીલો બનાવતો
રાધે રાધે ડાઇંગ એન્ડ પ્રીન્ટ મીલના માલીક સોનું અગ્રવાલે આ ગેરકાયેસરનો યુરીયા ખાતરનો માલ કાયદેસર રીતે બીલમાં મંગાવેલ હોવાનું પ્રસ્થાપીત કરવા કોલસાનો માલ પુરો પાડતા કુંદન મિશ્રા નામના વ્યકિત પાસેથી યુરીયા ખાતરના જથ્થાના ખોટા બીલો બનાવતો હોવાનું પણ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. તેથી પોલીસ દ્વારા કુંદન દિનેશ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject