Download Apps
Home » સુરતમાં જામ્યો પરીક્ષાનો માહોલ, વિદ્યાર્થીઓ અભ્યાસમાં ગળાડૂબ

સુરતમાં જામ્યો પરીક્ષાનો માહોલ, વિદ્યાર્થીઓ અભ્યાસમાં ગળાડૂબ

  • ચોથી એપ્રિલથી ધો.3થી 5ની અને 12 એપ્રિલથી ધો. 6થી 8 વાર્ષિક પરીક્ષા શરૂ
  • ૧૪ માર્ચના મંગળવારથી શરૂ થતી ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાને લઇ શિક્ષણતંત્ર સજ્જ થયું છે. 
  • તંત્ર દ્વારા બોર્ડની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી 
  • ધોરણ-૧૦માં ૯૦૧૬૫ વિદ્યાર્થી સાથે સુરત બીજા ક્રમે, જ્યારે અમદાવાદમાં ૧.૦૮ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોરણ-3થી 8ની દ્વિતિય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા આગામી ચોથી એપ્રિલથી શરૂ થશે. જે 21 એપ્રિલ સુધી ચાલશે.જ્યારે પરીક્ષામાં ધોરણ-3થી 8ના તમામ વિષયોમાં દ્વિતીય સત્રનો એટલે કે, નવેમ્બર-2022થી માર્ચ- 2023 સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. જ્યારે ધોરણ-4માં અંગ્રેજી દ્વિતીય ભાષામાં આખા વર્ષના અભ્યાસક્રમને ધ્યાને રાખાશે. પ્રથમ ભાષા ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયની ગ્ર પરીક્ષા સમયપત્રક મુજબ તેમજ પરિરૂપ મુજબ પ્રશ્નપત્ર તૈયાર કે કરીને લેવાની રહેશે.જ્યારે બાકી વિષયોની ૧ પરીક્ષા ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર. પ્રાથમિક શાળા સ્વૈચ્છિક રીતે લઈ શકશે. 
બોર્ડ પરીક્ષા માટે તૈયારી શરુ
જ્યારે સુરત સહિત રાજ્યભરની તમામ શાળાઓમાં ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડમાં વિદ્યાર્થીઓની આગામી ૧૪ માર્ચથી કસોટી માટે અત્યાર થી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.. ઉજ્જવળ કારકિર્દી માટે મહત્ત્વનું માપદંડ ગણાતી બોર્ડ પરીક્ષાને માટે આ વખતે વિદ્યાર્થીઓ પણ તડામાર તૈયારીમાં લાગી ગયા છે. બીજી બાજુ શિક્ષણતંત્ર પણ સજ્જ થઇ ગયું છે. દર વર્ષે બોર્ડ પરીક્ષામાં ઝળહળતા પ્રદર્શન સાથે રાજ્યભરમાં સુરત છવાઇ જાય છે.સુરતના અસંખ્ય વિદ્યાર્થીઓ પ્રથમ અને બીજા ક્રમે આવી સુરતનું નામ રોશન કરે છે. ખાસ કરીને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સુરત રાજ્યમાં સૌથી આગળ હોવાનું નોંધાયું છે. જ્યારે ધો૨ણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૦માં અમદાવાદ બાજી મારે છે. 
સુરત-અમદાવાદ વચ્ચે સ્પર્ધા
જો વિદ્યાર્થીઓની સખ્ય પર નજર કરીએ તો સુરતમાં ધોરણ-૧૦ના ૯૦૧૬૫, અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧૬૭૨૩ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૫૫૪૨૨ વિદ્યાર્થીઓ મળીને કુલ ૧૬૨૩૧૦ વિદ્યાર્થી નોંધાયા છે.તે સામે અમદાવાદ શહેર-જિલ્લો જ સીધી સ્પર્ધામાં છે. અમદાવાદ શહેરમાં કુલ ૧૦૯૨૮૬ અને અમદાવાદ ગ્રામ્યમાં ૮૧૩૧૩ મળીને કુલ ૧૯૧ ૧૯૯ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય બન્નેના વિદ્યાર્થીઓ મળીને ધો૨ણ-૧૦માં ૧૦૮૮૪૪. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૫૬૭૫ અને સામાન્ય પ્રવાહમાં ૬૬૬૮૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ, વિદ્યાર્થીસંખ્યાની દૃષ્ટિએ નજર કરવામાં આવે તો સુરત વિજ્ઞાન પ્રવાહમાં સુરત અને સામાન્ય પ્રવાહ, ધોરણ-૧૦માં અમદાવાદના વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે. તે સામે બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, વડોદરા સહિતના અન્ય જિલ્લાઓમાં વિદ્યાર્થીસંખ્યા ઓછી નોંધાઇ છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સુરત પ્રથમ, જ્યારે અન્ય બે પરીક્ષાઓમાં અમદાવાદ અવ્વલ રહ્યું હતું.
લાજપોર જેલના 27 કેદી પણ પરીક્ષા આપશે
તો બીજી બાજુ ધોરણ- 10 અને 12ની પરીક્ષામાં સુરતની લાજપોર જેલમાં સજા કાપી રહેલા 27 કેદી પણ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તે માટે લાજપોર જેલ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. આગામી 14મી માર્ચથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ધો.10 અને ધો.12ની પરિક્ષાનો પ્રારંભ થઇ રહ્યો આ વિદ્યાર્થીઓની સાથે 27 કેદીઓ ધોરણ 10 ની પરીક્ષા આપશે. જ્યારે 14 જેટલા ધોરણ 12ની પરીક્ષા આપશે
કેદીઓની પરીક્ષા ની શરૂઆત વર્ષ-2016થી કરવામાં આવી હતી. આ કેદીઓને રાજ્યના પાઠયપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો પુરા પાડવામાં આવ્યા છે અને શિક્ષણ બોર્ડ દ્વારા જેલમાં જ પરીક્ષાના સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?