Home » Surat સાયબર ક્રાઇમે 77 લાખની છેતરપિંડી કરનાર આરોપીની દિલ્હીથી ધરપકડ
Surat સાયબર ક્રાઇમે 77 લાખની છેતરપિંડી કરનાર આરોપીની દિલ્હીથી ધરપકડ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
100
સુરત ના યુવક ને વીમા કંપની ના નામે ફોન કરી તેમની માતા ની પોલિસી પ્રમાણે 16 લાખ કરતા વધુ રકમ મળવા પાત્ર છે તેવું જણાવી અલગ અલગ રીતે બનાવટી નોટિસો મોકલી વિશ્વાસ કેળવી યુવક પાસેથી 77 લાખ થી વધુ નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા..ત્યારબાદ આજદિન સુધી વીમા નું પેમેન્ટ રિલીઝ નહિ કરતા યુવકે પોલીસ કેસ કરતા સાયબર ક્રાઈમે ઉત્તરપ્રદેશ થી આરોપી ઝડપી પાડ્યો હતો.
સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી
આજકાલ લોકો ને અલગ અલગ કંપનીના નામે ફોન કરી લોકો ને લોભામણી જાહેરાતો આપવામાં આવે છે..તેવીજ ઘટના સુરત ના યુવક સાથે બની હતી..સુરત ના એક યુવક પર મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ વિમાકંપની ના નામ પર ફોન આવ્યો હતો..યુવક ને ફોન માંથી જણાવવા માં આવ્યું હતું કે તેમની માતાની વીમા પોલિસી અંતર્ગત 16,28,220 રૂપિયા મળવા પાત્ર છે..ત્યારબાદ ભારતીય વીમા નિયામક ઓર વિકાસ પ્રધિકરણ ના બનાવટી લેટર પેડ પર નોટિસ ઓફ ફંડ ક્લિયરન્સ ના લેટર મોકલી યુવક નો વિશ્વાસ કેળવ્યો હતો..ત્યારબાદ યુવક ને રૂપિયા જમા કરાવવાનું કહેતા 77,03,039 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા..જોકે યુવક ને નાણાં મળી ગયા હોવાની બનાવટી રસીદો યુવક ને મોકલી આપવામાં આવી હતી..જોકે પાંચ મહિના વીત્યા હોવા છતાં યુવક ની માતાનું પેયમેન્ટ રિલીઝ ના થતા યુવકે પોલીસ નો સંપર્ક સાધ્યો હતો..જેથી આ કેસ મા સાયબર ક્રાઈમેં તપાસ હાથ ધરી હતી જેમાં વિનય ગુપ્તા અને ઋષભ ગુપ્તા નામના બે આરોપી ને અગાઉ ઝડપી પાડયા હતા..તેમની પૂછપરછ દરમ્યાન ત્રીજા આરોપી તરીકે ઋષભ કુમાર શ્રીવાસ્તવ નું નામ સામે આવ્યું હતું..અને આ યુવક ઉત્તરપ્રદેશ માં હોવાની પોલીસ ને બાતમી મળી હતી..જેથી સાયબર ક્રાઈમ પોલીસે ઉત્તરપ્રદેશ ના હુમાયુપુર થી ઝડપી પાડી સુરત લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી..
ઋષભ કુમાર રવિચંદ્ર શ્રીવાસ્તવ નામના આરોપીની દિલ્હીથી ધરપકડ કરી
સુરત માં પાર્ટ ટાઈમ જોબ ના નામે અનેક જાહેરાતો થાય છે..જેમાં અનેક વખત લોકો લાલચ માં આવી રૂપિયા ગુમાવે છે..તેવી જ ઘટના સુરત માં સામે આવી હતી. થોડાં દિવસ અગાઉ સુરતના એક યુવકને ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો.સામેવાળી વ્યક્તિએ પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે વિશ્વાસ અને ભરોસામાં લઈ વધુ ટાસ્ક કરવાથી સારા વળતરની લાલચ આપી હતી. ટેલિગ્રામ ઉપર મોકલવામાં આવેલી લીંક ખોલતા યુવક દ્વારા અવારનવાર આરોપીઓના કહેવા મુજબ ટાસ્ક પૂરો કર્યો હતો.જેના અવેજમાં સારું વળતર પણ ચુકવવામાં આવ્યું હતું.જે બાદ એકસાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા 7.64 લાખની રકમ ભરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી.જે કેસમાં અગાઉ સાયબર ક્રાઇમ દ્વારા દિલ્હીની ઠગ ટોળકીના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી..
સુરત સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે
ઝડપાયેલા ચાર આરોપીઓની પુછપરછમાં વધુ બે આરોપીઓના નામ બહાર આવતા દિલ્હી ખાતે ગારમેન્ટ્સનો હોલસેલનો વેપાર કરતા વેપારી પંકજ હરિકિશન શર્મા અને અમરદીપ નાનકચંદ રામકલા નામના બે ઠગબાજોની ધરકપડ કરવામાં આવી હતી.જે આરોપીઓ દ્વારા અગાઉ ઝડપાયેલા આરોપીઓ ને બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરવામાં આવ્યા હતા.તે કેસમાં બંનેની ધરપકડ કરી આગળની તપાસ સુરત સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject