Home » વિદેશ જવા માટે બનાવટી દસ્તાવેજો બનાવતી ટોળકી ઝડપાઈ, જાણો શું છે સમગ્ર મામલો
વિદેશ જવા માટે બનાવટી દસ્તાવેજો બનાવતી ટોળકી ઝડપાઈ, જાણો શું છે સમગ્ર મામલો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
69
અમદાવાદમાં એસ.ઓ.જી પોલીસે થોડા દિવસ પહેલા નકલી ડોક્યુમેન્ટ બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી. જેમાં નકલી ડોક્યુમેન્ટ બનાવતી ગેંગના સભ્યોની પૂછપરછમાં ચોકાવનારા ખુલાસાઓ થયા છે. ફક્ત વિઝા મામલે ખૂટતા દસ્તાવેજો બનાવવામાં આવતા હતા અને નક્કી ડોક્યુમેન્ટ ને અસલી જેવા બનાવી વિઝા મેળવવામાં આવતા હતા.
જો તમારે વિદેશ જવું હોય અને વિઝા મેળવવા માટે કોઈ ડોક્યુમેન્ટ ખૂટે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમકે અમદાવાદમાં બને છે કોઈ પણ પ્રકારના નકલી દસ્તાવેજો. અમદાવાદ શહેર એસ.ઓ.જી એ આવી જ એક નકલી ડોક્યુમેન્ટ બનાવતી ફેક્ટરી થોડા દિવસો પહેલા ઝડપી પાડી હતી. પોલીસે મુખ્ય આરોપી સૂર્યપ્રકાશ કોષ્ટી, અભિષેક કોષ્ટી સહિત અન્ય ત્રણ આરોપી સહિત કુલ પાંચ આરોપીઓને પકડી પાડ્યા હતા. આ ગેંગ વિઝા માટે કોઈ પણ વિભાગના ખૂટતા નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતા હતા. જોકે પોલીસે આ ગેંગના સભ્યોની પૂછપરછ કરતાં અનેક ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.
પોલીસને તપાસ દરમ્યાન 200 જેટલા અલગ અલગ વિભાગના સ્ટેમ્પ મળી આવ્યા હતા. જેમાં સરપંચ, તલાટી, બેન્ક અને કોર્પોરેશનના સ્ટેમ્પ, લેટરપેડ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. આ ગેંગ બેન્ક સ્ટેટમેન્ટ, જન્મ મરણનો દાખલો, તલાટી કે સરપંચનો દાખલો સહિતના જે જોઈએ તે ડોક્યુમેન્ટ બનાવવા માટે આ ફેકટરી બનાવી બેઠા હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે વિઝા મેળવવામાં ખૂટતા તમામ પ્રકારના નકલી ડોક્યુમેન્ટ બનાવી આપવામાં આવતા હતા. ખોટા દસ્તાવેજ બનાવી તેમાં સ્ટેમ્પ કરી ઓરીજનલ ગણાવતા હતા.
આ ગેંગ પાસે સૌથી વધુ બેન્કનાં ખોટા સિક્કાઓ મળી આવ્યા હતા. પોલીસ વેરિફિકેશન બેન્કનાં ખોટા વ્યવહારો ખોટી રીતે બતાવી સ્ટેટમેન્ટ બનાવવામાં આવતા હતા, એક સ્કૂલના સ્ટેમ્પના ઉપયોગથી જનમનું પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું આ ઉપરાંત તલાટી અને સરપંચના સ્ટેમ્પ અને ગુમાસતા ધારા, આઈ.ટી રિટર્ન જેવા અનેક નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે. હવે પોલીસ દ્વારા ખોટા દસ્તાવેજોને આધારે કેટલા લોકો વિદેશ ગયા છે તેની માહિતી મગાવવામાં આવશે.
વિદેશ જવાની ઘેલછા માટે લોકો અત્યાર સુધી અનેક ગેરકાયદેરના રસ્તાઓ અપનાવી ચૂક્યા છે. ખાસ કરીને બનાવટી પાસપોર્ટ, નકલી વિઝા અને અન્ય ડોક્યુમેન્ટ બનતા જોયા હશે. પણ આ ગેંગ દ્વારા વિઝા મેળવવા ખૂટતા દસ્તાવેજો નકલી રીતે બનાવી અસલી વિઝા મેળવી આપતા હતા. પહેલા આ આરોપીઓ ઈન્કમટેકસ ભરવાનું કામ કાજ કરતા હતા જે બાદ ચારેક વર્ષથી નકલી ડોક્યુમેન્ટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.
જેમાં મુખ્ય આરોપી તેના બે પુત્રો અને ભત્રીજાને પણ સાથે રાખી આ નકલી દસ્તાવેજો બનાવતો હતો. પોલીસને તપાસ દરમ્યાન 5 લાખ રોકડા અને કોમ્પ્યુટર પણ મળી આવ્યા છે જેને ટેક્નિકલ ઢબે તપાસવામાં આવ્યું હતું. તમામ ખૂટતા ડોક્યુમેન્ટ બનાવનાર આ ગેંગ અત્યાર સુધી 40 લોકોને ફાઇલ બનાવી આપી હોવાની કબૂલાત કરે છે પણ વિદેશ ગયા લોકોનો આંકડો વધી શકે છે અને એક ફાઇલના અંદાજીત 15 થી 20 લાખ રૂપિયા પડાવવામાં આવતા હતા. હજી પણ પોલીસ દ્વારા અલગ અલગ વિભાગોનાં સંકલન થી આ ગેંગ દ્વારા કેટલા નકલી ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવ્યા છે તેની વિગતો મેળવી રહી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject