મહત્ત્વનું છે કે આવનાર સમયમાં પેટ્રોલિયમ પેદાશોની અછતની શક્યતાઓ વધી રહી છે તેવામાં સાધન માટે અન્ય એનર્જી પર નિર્ભર થવા તથા પેટ્રોલિયમ પેદાશોનો પરિયાય શોધવા થઈ રહેલા સંસોધનોમાં હાલમાં ઇલેક્ટ્રિક સાધન અને સોલાર પાવરથી ચાલતા સાધનો પર લોકોની મીટ મંડાઇ રહી છે. પરંતુ તેની સાથે સાથે હાઇડ્રોજન ગેસ થકી ચાલતા સાધનો પણ નજઅંદાજ કરી શકાય નહીં.
Home » હાઈડ્રોજન વ્હીકલ ક્ષેત્રે મોટી પહેલ, ચરોતર ગેસે કર્યો અમેરિકન કંપની સાથે મહત્વપૂર્ણ કરાર
હાઈડ્રોજન વ્હીકલ ક્ષેત્રે મોટી પહેલ, ચરોતર ગેસે કર્યો અમેરિકન કંપની સાથે મહત્વપૂર્ણ કરાર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
71
હાલમાં જ અમેરિકાની પ્રખ્યાત કંપની ટાઇટ્રોન દ્વારા ભારત સરકાર સાથે મળીને દેશમાં ટ્રાન્સપોર્ટ અને પેસેન્જર વાહનો માટે EV સાધનો બનાવવા અને વેચવા માટે નવા કરાર કર્યો હતા આ સાથે જ અમદાવાદ ખાતે યોજાયેલા ડિફેન્સ એક્સ્પોમાં રક્ષા મંત્રાલય સાથે હાઇડ્રોજન ગેસ થકી ચાલતા દ્વી- ચક્રીય સાધનો જેમાં બાઈક અને સ્કૂટર માટે પણ કરાર કરવામાં આવ્યા. આ તમામ વચ્ચે ટાઇટ્રોન અને ચરોતર ગેસ વચ્ચે શુક્રવારે આણંદમાં થયેલા કરાર આવનાર સમયમાં રાજ્ય વ્યાપી હાઇડ્રોજન વ્હીકલનો વ્યાપ વધશે ત્યારે તેના માટે હાઇડ્રોજન ગેસ સ્ટેશન ઊભા કરવા માટે ચરોતર ગેસ મંડલીનો ટાઇટ્રોન સહકાર લેશે.
મહત્વની બાબત એ છે કે સમગ્ર વિશ્વમાં ભારત પ્રથમ દેશ બનશે જ્યાં માસિક 1000 બાઈકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો મેન્યુફેક્ચરિંગ બનવા જશે. ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટ ગુજરાતના ભુજમાં બનવા જઈ રહ્યો છે અને અંદાજિત બે લાખ જેટલા રૂપિયા ગ્રાહકોએ આ આધુનિક બાઈક મેળવવા માટે ચૂકવવા પડશે તેવી માહિતી હિમાંશુ પટેલ દ્વારા આપવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ સાધન અંદાજિત 200 km ની વહન ક્ષમતા ધરાવે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં વપરાશમાં આવતા ઈંધણની સરખામણીમાં હાઈડ્રો ફ્યુઅલ 80 થી 90 ટકા જેટલું ઓછી કિંમતે ઉપલબ્ધ હશે જેથી ગ્રાહકોને યાત્રા કરવી ખર્ચાળ નહીં પડે સાથે જ તેમણે હાઈડ્રોજન માટે યુનાઇટેડની હાઈ પાવર કંપની સાથે પણ એમઓયુ કર્યું હતું. આ કંપની ચરોતર ગેસને હાઈડ્રોજનના ઉત્પાદન કરવા માટે મદદરૂપ થશે.
મહત્વનું છે કે આવનાર દિવસોમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા સાધનોની જગ્યાએ સંપૂર્ણ હાઇડ્રોજન અને ઇલેક્ટ્રીક વ્હીકલ રસ્તા પર દોડતા થઈ જશે ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત દેશ એ પ્રથમ દેશ બનશે કે જ્યાં ટુવ્હીલર થી લઈ અને હેવી વ્હીકલમાં હાઈડ્રોજન સાધનોના ઓપ્શન ઉપલબ્ધ હશે મૂળ આણંદ જિલ્લાના વતની અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલ હિમાંશુ પટેલ દ્વારા આણંદમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર માહિતી આપવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં જે પ્રમાણે રોડ સેફટી અને ટ્રાફિકના સમસ્યાને ધ્યાન રાખી આ વહીકલોમાં સુરક્ષા માટે અને વ્હીકલની સલામતી માટે ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેમના ટુ-વ્હીલર મોપેડમાં ૯ કિલો હાઈડ્રોજન કેરી કરવાની ક્ષમતા હશે જે માટે બનાવવામાં આવેલ ગેસમાં કાર્બન ફાઇબર અને ગ્લાસ હેરનો ઉપયોગ થશે કે જેની 300 પાસ્કલ સુધીનું પ્રેશર શહન કરવાની આ ટેન્કની ક્ષમતા કરતા હશે સાથેજ હેવી 40 ટનની વહન ક્ષમતા ધરાવતા ટ્રાન્સપોર્ટ વિહિકલ પણ તેમના દ્વારા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે જે માટે 11,000 જેટલા સાધનોનો ઓર્ડર પણ તેમને મળી ચૂક્યો છે. ટ્રાન્સપોર્ટ માટે બનવાના ટ્રક અંદાજિત એક કરોડ રૂપિયાથી 1.5 કરોડ ની વચ્ચે હોવાની શક્યતા હોવાનું હિમાંશુ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જે હાલના સાધનોના એક વર્ષના ખર્ચ અને નિયમનના ખર્ચની સરખામણીમાં સાધનના માલિક ને વધુ લાભદાઈ નીવડશે તેવી તેમને આશા વ્યક્ત કરી હતી.
એ કહેવું ખોટું નહિ રહેકે મૂળ ભારતીય અને વિદેશમાં સફળતા ના શિખરે પહોંચી ને પણ આજે હિમશું પટેલને વતન પ્રેમ દેશમાં નવી ટ્રાન્સપોર્ટ ક્રાંતિ લાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ હિમાશું પટેલને પૂર્ણ સમર્થન આપીને આ નવી વિહીકલ રિવોલ્યુએશનને સમર્થન આપવામાં. આવે છે જે માટે હિમાશું પટેલે સરકારનો આભાર માન્યો હતો.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject