Download Apps
Home » મહેસાણા ST ડેપોના કંડક્ટરોને અજબ ગજબ આદેશ

મહેસાણા ST ડેપોના કંડક્ટરોને અજબ ગજબ આદેશ

મહેસાણા એસ ટી વિભાગ દ્વારા એસ ટી ના કંડકટરો ને અજબ ગજબ નો આદેશ કરવામાં આવ્યો છે. ટિકિટના રોલની અંદરથી નિકળતી ભુંગળીઓ ભેગી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિકની ભુંગળીઓ હવેથી સ્ક્રેપ રૂપે ભેગી કરવા આદેશ કરાયો છે. જે સ્ક્રેપ ભૂંગળી ઓ વેચાણ કરી એસ ટી વિભાગ કમાણી કરશે. અને આ આદેશ થકી બિન જરૂરી ટિકિટ રોલ ઉપયોગ કે સગે વગે થતા પણ અટકાવવા પ્રયાસ પણ કરાયો છે. 
એસ ટી બસ માં મુસાફરી દરમ્યાન કંડકટર દ્વારા ટિકિટ મશીનથી જે ટિકિટ આપવામાં આવે છે તેના માટે ઉપયોગમાં લેવામાં આવતા થર્મલ રોલ પૂર્ણ થયા બાદ નિકળતી ભૂંગળી ઓ હવે કંડકટરોએ ભેગી કરવી પડશે. અને ભૂંગળી ઓ જમા કરાવ્યા બાદ જ સામે નવા ટિકિટના રોલ મળશે. અંદાજે 5 લાખ ભુંગળીઓ મહેસાણમાં અને ગુજરાતમાં 1.50 કરોડ ભૂંગળી નિકળે છે. અને પરિપત્ર મુજબ દરેક કંડક્ટરે 100-100 નંગનો જથ્થામાં ભૂંગળીઓ જમા કરાવવાની રહેશે. ભૂંગળીઓ જમા થશે તેની સામે નવો રોલ ઇશ્યુ કરવામાં આવશે.  કંડકટરો દ્વારા મુસાફરો ની ટિકિટ આપવા માટે વાપરવામાં આવતા થર્મલ કાગળ ના રોલ નો વપરાશ પૂરો થતા તેમાં રહેલી પ્લાસ્ટિક ની ભૂંગળી ઓ અત્યાર સુધી ફેંકી દેવામા આવતી હતી. અને થર્મલ કાગળના રોલ નો પણ જરૂરિયાત કરતા વધુ ઉપયોગ થઈ રહ્યો હતો. જેને કારણે અછત પણ સર્જાતી હતી. જેની પર રોક લગાવવા મહેસાણા એસ ટી વિભાગ દ્વારા આ નવો ઉપાય કરવામાં આવ્યો છે. અને મહેસાણા વિભાગીય એસ ટી નિગમ હેઠળ આવતા ઉત્તર ગુજરાતના 12 ડેપોના કંડકટરો ને આદેશ કરાયો છે કે ટિકિટ માટે વપરાશ કરાયેલ રોલ પૂર્ણ થયા બાદ હવે કંડકટર રોલમાંથી નિકળેલ ભૂંગળી જમા કરાવી રહ્યા છે.
એક તરફ એસ ટી વિભાગે પરિપત્ર કરવાને કારણે કાગળના રોલની અછત દૂર કરવા, દૂર ઉપયોગ ટાળવા અને સ્ક્રેપ માંથી કમાણી કરવાનુ વિચારી આ આદેશ કર્યો છે. તો બીજી તરફ બસમાં ટિકિટ આપતા કંડકટર આવા નિયમો થી અકળાઈ રહ્યા છે. કારણ કે હવે રોલ માંથી નિકળતી પ્લાસ્ટિક ની ભૂંગળી આખો દિવસ સાચવી રાખવી પડે છે. અને ડેપો પરત ન આવે ત્યાં સુધી ભૂંગળી નો હિસાબ રાખવો પડે છે. કારણ કે ભૂંગળી સામે જ બીજા ટિકિટ રોલ મળશે. તો ઘણીવાર વધુ રોલ ની જરૂરિયાત સામે ઓછી ભૂંગળી આપે તો રોલ આપનાર કર્મચારીઓ સાથે પણ કંડકટર માથાકૂટ કરી બેસે છે. એટલે આ નિયમ કંડકટર અને રોલ આપનાર – ભૂંગળી ભેગી કરનાર કર્મીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા