Home » ભુજમાં બાળકી સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષ સખ્ત કેદની સજા, 1.10 લાખનો દંડ
ભુજમાં બાળકી સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષ સખ્ત કેદની સજા, 1.10 લાખનો દંડ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
71
રાજ્યમાં દુષ્કર્મના કેસમાં વધુ એક નરાધમ અપરાધીને સજા કરવામાં આવી છે. ઘટના કચ્છ જિલ્લાની છે. જ્યાં 2018ના વર્ષમાં મુન્દ્રા ખાતે બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જેમાં એક 56 વર્ષિય આરોપીએ 10 વર્ષની બાળકીને લલચાવી-ફોસલાવીને તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. માત્ર આટલું જ નહીં પરતું નવીનગર રામગર ગુસાઈએ સગીરાના ગુપ્ત ભાગે શારીરિક છેડછાડ કરી ઘાતક હુમલો પણ કર્યો હતો.
આ કેસમાં મુન્દ્રા પોલીસ દ્વારા આરોપી સામે પોક્સો સહિતની વિવધ ધારાઓ હેઠળ ગુનો નોંધવાામાં આવ્યો હતો. ઉપરાંત આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી ભુજની સ્પેશિયલ (પોકસો) કોર્ટમાં ચાલી હતી. જેમાં બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સરકાર તરફી દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને 20 વર્ષની સખ્ત કેદ અને કુલ રૂ. 1.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ભુજની સ્પેશિયલ (પોકસો) કોર્ટના ન્યાયાધીશ પી.એસ. ગઢવીની કોર્ટમાં ચાલી ગયેલા આ કેસમાં જાહેર કરાયેલી વિગતો અનુસાર આરોપી નવીનગર વિરૂદ્ધ સરકાર તરફથી 7 સાક્ષી અને 26 દસ્તાવેજી પુરાવા રજૂ થયા હતા. જેમાં બંન્ને પક્ષની દલીલો સાંભળવામાં આવી હતી અને સરકાર તરફી દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને કલમ 376 (2) આઈ અને પીસીએસઓ સહિત ગુનેગાર ઠેરવી અલગ અલગ સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં આરોપીને કુલ 20 વર્ષની કેદ અને રૂ. 1.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટમાં સરકાર તરફી દલીલો પબ્લિક પ્રોસિક્યુટર એચ. બી. જાડેજાએ રજૂ કરી હતી.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject