Home » રેતીની ટ્રકે ગાયોના ટોળાને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો 19થી વધારે ગાયો ઇજાગ્રસ્ત
રેતીની ટ્રકે ગાયોના ટોળાને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો 19થી વધારે ગાયો ઇજાગ્રસ્ત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
90
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર છાસવારે અકસ્માતો સર્જાતા રહે છે. આજરોજ તાલુકાના રાજપારડીથી આગળ સારસા ગામ નજીક ઉમધરા ત્રણ રસ્તા પાસે ઉમલ્લા તરફથી આવતી એક રેતી ભરેલ ટ્રકે માર્ગ ઓળંગતી ગાયોને અડફેટમાં લઇને અકસ્માત સર્જ્યો હતો.
પોલીસ ઘટના સ્થળે
આ ઘટનામાં ગાયો ઇજાગ્રસ્ત થઇ હતી. અકસ્માત બાદ ગાયો ભડકીને તેમના પડાવ તરફ દોડી ગઇ હતી, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ગાય રોડ પર બેઠેલ હાલતમાં જોવા મળી હતી. મળતી વિગતો મુજબ સારસા ગામે રહેતા લાખાભાઇ ભરવાડ નામના પશુપાલક તેમની દસ ઉપરાંત ગાયોને લઇને પડાવ તરફ જઇ રહ્યા હતા ત્યારે ઉમલ્લા તરફથી આવી રહેલ રેતીભરેલ ટ્રકના ચાલકે ગાયોના ટોળાને અડફેટમાં લીધુ હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
અવાર-નવાર અકસ્માત
ઉલ્લેખનીય છે કે, આ સ્થળે અવારનવાર નાનામોટા અકસ્માત થતાં રહે છે. બેફામ દોડતા વાહનોની ઝડપ પર અંકુશ મુકવા સારસા બસ સ્ટેન્ડ અને ઉમધરા ત્રણ રસ્તા પાસે ધોરીમાર્ગ પર સ્પિડ બ્રેકરો બનાવાય એવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. આ સ્થળ પર ભુતકાળમાં પણ ઘણા અકસ્માતો થયા છે, જે પૈકી ઘણાં અકસ્માતો જીવલેણ પણ સાબિત થયા હતા.
આ પણ વાંચો – કચરો નાંખવા બાબતે ટોકતા મામલો બીચક્યો, તિક્ષ્ણ હથિયાર વડે થયેલા હુમલામાં 3 લોકો ઇજાગ્રસ્ત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject