Home » ગૃહ રાજ્યમંત્રીના હસ્તે હોમગાર્ડ જવાનોને સન્માન પત્ર કરાયું એનાયત
ગૃહ રાજ્યમંત્રીના હસ્તે હોમગાર્ડ જવાનોને સન્માન પત્ર કરાયું એનાયત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
91
ગાંધીનગર (Gandhinagar)ખાતે હોમગાર્ડનો સેવા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi)હાજર રહ્યા હતા. ત્યારે આ સમારોહમાં હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનો ઘણા સમયથી તેમના ભથ્થામાં વધારાની માગણી કરી રહ્યા હતા. ત્યારે ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા તેમને રીઝવવા માટે આ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે.
મોરબીમાં માનવતાના દ્રશ્ય દેખાયા સ્થાનિકોથી માંડીને હોમગાર્ડના જવાનો સહિતનાએ અનેકના જીવ બચાવ્યા હતા ત્યારે એક ગાર્ડને તરતા આવડતું નહતું તો ટાયરની મદદથી કામગીરી કરી કરી હતી હર્ષ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે આ પ્રકારે હમેશા હોમગાર્ડ જવાનો લોકસેવા કરતા રહેશે અને તેમાના પરિવારનું સતત ધ્યાન રાખે તે જરૂરી આપણ ફરજ બને છે. ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં 8000થી વધુ હોમગાર્ડ જવાનોની ખાલી જગ્યા પર ભરતી કરી છે તો હાલમાં કુલ 40,000 ફોર્સ ભરાયા છે
સરકારનો હોમગાર્ડ જવાનોના હિતમાં નિર્ણય
સરકારે હોમગાર્ડ અને GRD જવાનોના હિતમાં મોટો નિર્ણય લીધો હતો. સરકારે નિર્ણય લીધો છે કે હવે હોમગાર્ડના જવાનને પ્રતિદિન 300 રૂપિયાના બદલે 450 રૂપિયા મળશે. GRD જવાનને પ્રતિ દિન 200 રૂપિયાના બદલે 300 રૂપિયા મળશે. 1, નવેમ્બર 2022થી હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો પગાર વધારો લાગુ પડશે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના પગાર વધારાથી સરકારી તિજોરી પર 195 કરોડ રૂપિયાનો બોજો પડશે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject