Download Apps
Home » પૉસ્ટ ઑફિસની આ 2 યોજના કરાવશે, અન્ય રોકાણ કરતાં વધુ ફાયદો

પૉસ્ટ ઑફિસની આ 2 યોજના કરાવશે, અન્ય રોકાણ કરતાં વધુ ફાયદો

‘બચત’ … એટલે કે અંગ્રેજીમાં આપણે તેને સેવિંગ્સ કહેતા હોઈએ છે. અને આ બચતનું મહત્વ આપણે મુશ્કેલીના સમયમાં જ વધુ સમજાય છે. એક નાની-અમથી કરેલી બચત આપણને ઘણી વખત નાણાકીય આફતમાંથી પણ બહાર કાઢી શકે છે. આમ તો સામાન્ય રીતે બચત તો દરેક લોકો પોતાની રીતે બની શકે એટલી કરતા જ હોય છે. પરંતુ એમાં પણ મુદ્દાની વાત તો એ છે કે આપણે આપણા બાળકોને પણ બાળપણથી જ આ વાત સમજાવવાનો પ્રયત્ન પણ કરીએ છે, ‘Piggy Bank/ ગલ્લો’ વગેરે સ્વરૂપે.. નાના બચ્ચાઓ થોડાક સમજણા થાય એટવે તેમના પેરેન્ટ્સ 2 રૂપિયા, 5 રૂપિયા, 10-20રૂપિયા જેવી નાનકડી અમાઉન્ટમાં તેમને પૈસા આપે છે, અને તેમની આ જ પીગ્ગી બેન્કમાં નાખવાની આદત પડાવડાવે છે. અને સાથે એ વાતનું મહત્વ સમજાવવા એમ પણ કહે છે, હવે તારે જો કંઈ રમકડા, સાયકલ વગેરે જેની ચીજો લેવી હોય તો આ નાનકડી પીગ્ગી બેન્કમાં નાખ..
આમ તો આજની આધુનિક જનરેશનમાં વિવિધ બેન્કોમાં ઘણા બધા પ્રકારની સેવિંગની સુવિધાઓ આપવામાં આવે છે.  અને એના પર નિશ્ચિત વળતર પણ આપવામાં આવે છે. તેમજ બાળકો માટે પણ વિવિધ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ હોય છે. અને એમાં પણ જો ઘરે દીકરીનો જન્મ થયો હોય, તો તેના માટે પણ સરકારી સ્કિમમાં રોકાણ કરીને નિશ્ચિત વળતર મેળવી શકો છો. પરંતુ દીકરા માટે પર્ટીક્યુલર આવી ઘણી ઓછી સ્કીમો કદાચ મળી આવે.. ત્યારે આવો આપને આજે જણાવીએ એવા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ વિશે, જેમાં રોકાણ કરવાથી તમને શું અને કેટલો ફાયદો, કેટલા સમયમાં મળશે એ પણ સરળતાથી સમજાઈ જશે..
તો આપને જણાવીશું એવી 2 યોજનાઓ વિશે, જો તમારા ઘરે બાળકનો જન્મ થાય અથવા તો તમે ભવિષ્ય માટે બચત કરી તેના પર યોગ્ય વળતર મેળવવા ઈચ્છતા હોવ તો તે માટે કઈ જગ્યાએ રોકાણ કરશો તો તમારું અને તમારા પરિવારજનોનું ભવિષ્ય પણ સિક્યૉર કરી શકાશે..
1. KVP (કિસાન વિકાસ પત્ર)

વ્યાજનો દર-          6.9%
મેટ્યુરિટી સમય –  10 વર્ષ 4 મહિના
KVP (કિસાન વિકાસ પત્ર) માં તમે ઓછામાં આછા 1000 રૂપિયાથી રોકણ શરૂ કરી શકો છો. જેમાં તમે જેટલા પણ રૂપિયાનું રોકાણ કરશો, તેના તમને 124 મહિના બાદ બમણાં થઈને આવશે.
ઉદાહરણ:
જો તમે આ KVPની સ્કિમમાં 10,000 રૂપિયાનું રોકાણ કરતા હોવ તો 10 વર્ષ 4 મહિના (કુલ 124 મહિના) બાદ તમને બમણાં એટલે કે 20,000 રૂપિયા મળવા પાત્ર થશે..

રોકાણ માટે કઈ જગ્યાએ જવું?
આ સ્કિમમાં રોકાણ કરવા ઈચ્છતા હોવ તો તમારી નજીકની પોસ્ટ ઓફિસ જઈને ત્યાંથી કિસાન વિકાસ પત્રનું ફોર્મ મેળવી શકો છો. ત્યારબાદ આ ફોર્મ ભરી અને તમે જે-તે અમાઉન્ટનું રોકાણ કરવા ઈચ્છતા હોવ તેનો ચૅક/રોકડ જમા કરાવો. ત્યારબાદ તેઓ તમને પાસબુક આપશે, જેમાં તમારું આ રોકાણ કઈ તારીખથી શરૂ થાય છે અને કઈ તારીખે અને કેટલી રકમ તમને મળશે તે દરેક વિગતો તેમાં જણાવેલી હશે. 
પરંતુ આ રોકાણનો લાભ તમને 80C હેઠણ બાદ નહીં મળી શકે.*

2. NSC  (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ)

વ્યાજનો દર-       6.8%
મેટ્યુરિટી સમય-  5 વર્ષ

ઉદાહરણ – 1 :-
જો તમે આ સ્કીમમાં 10000 રૂપિયાનું રોકાણ કરો છો તો…
પાંચ વર્ષ બાદ આ રકમ પર તમને 3,895 રૂપિયાનું વ્યાજ મળશે.
એટલે 5 વર્ષ બાદ તમારા હાથમાં મૂડી+વ્યાજ એમ બંને મળીને કુલ 13,895રૂપિયા મળશે.

ઉદાહરણ – 2 :-
જો તમે આ સ્કીમમાં 50000 રૂપિયાનું રોકાણ કરવા ઇચ્છતા હોવ તો, આવો જણાવીએ કે તમને 5 વર્ષ પછી કેટલો ફાયદો મળશે..

    50,000 રૂપિયા (મૂડી)
+ 19,475   રૂપિયા ( 6.9% વ્યાજ)
———————————-
= 69,475 રૂપિયા (5 વર્ષ બાદ વ્યાજ સાથે હાથમાં આવતી રકમ)

રોકાણ માટે કઈ જગ્યાએ જવું?
આ સ્કિમમાં રોકાણ કરવા ઈચ્છતા હોવ તો તમારી નજીકની પોસ્ટ ઓફિસ જઈને ત્યાંથી NSC નું ફોર્મ મેળવી શકો છો. ત્યારબાદ આ ફોર્મ ભરી અને તમે જે-તે અમાઉન્ટનું રોકાણ કરવા ઈચ્છતા હોવ તેનો ચૅક/રોકડ જમા કરાવો. ત્યારબાદ તેઓ તમને પાસબુક આપશે, જેમાં તમારું આ રોકાણ કઈ તારીખથી શરૂ થાય છે અને કઈ તારીખે અને કેટલી રકમ તમને મળશે તે દરેક વિગતો તેમાં જણાવેલી હશે. 

આ સ્કિમમાં કરેલું રોકાણ 80C હેઠળ પણ બાદ મળી શકશે. પરંતુ તેમાં પણ કુલ  રોકણમાંથી વધુમાં વધુ 1,50,000 રૂપિયા સુધીની રકમ પર જ 80Cમાં બાદ મળી શકશે.
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો