- વલસાડ જિલ્લાના ડુંમલાવ ગામમાં દીપડો દેખાયો
- વન વિભાગે ગોઠવેલ પાંજરા નજીક દીપડાએ ચક્કર માર્યા
- ચાલાક દીપડો પાંજરા આજુબાજુ ચકકર મારી ફરાર
- સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
- ખુંખાર દીપડો બકરાનું મારણ કરી ફરાર
- ગામ નજીક દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ
Home » ખુંખાર દીપડો બકરાનું મારણ કરી ફરાર, ચાલાક દીપડો પાંજરા આજુબાજુ ચકકર મારી ફરાર
ખુંખાર દીપડો બકરાનું મારણ કરી ફરાર, ચાલાક દીપડો પાંજરા આજુબાજુ ચકકર મારી ફરાર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
89
વલસાડ જિલ્લાના ડુંમલાવ ગામમાં એક ખૂંખાર દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામ નજીક દીપડાએ એક બકરાનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું હતું જોકે વન વિભાગે દીપડાને પકડવા માટે મુકેલ પાંજરાની આસપાસ દીપડો ચક્કર મારતો દેખાયો હતો આ દીપડો પાંજરામાં પુરાવાને બદલે પાંજરા ની આસપાસ ચક્કર મારી અને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના વન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ પણ વલસાડ જિલ્લાના ટુકવાડા ગામમાં પણ આવી જ રીતે દીપડાનો ત્રાસ હતો. આથી દીપડા ને પકડવા વન વિભાગ એ આજ રીતે પાંજરું ગોઠવ્યું હતું અને પાંજરામાં મારણ મૂક્યું હતું. જો કે તે વખતે દીપડો સિકાર ની લાલચમાં પાંજરામાં ગયા બાદ આબાદ ઝડપાઈ ગયો હતો. જો કે આ વખતે ડુંમલાવ ગામમાં આ ચાલક દીપડો વન વિભાગ એ બીછાવેલી જાળમાં ફસાવાને બદલે પાંજરાની આજુબાજુ ચક્કર મારી અને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મહત્વપૂર્ણ છે જે ગામની આસપાસ ખૂંખાર દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ છે. લોકો રાત્રે અને દિવસે પણ વાડી કે ખેતર જવામાં ડર અનુભવી રહ્યા છે. આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં રહેણાંક વિસ્તારો નજીકથી ખૂંખાર દીપડાઓ પકડવાની ઘટનાઓ બની ચુકી છે. હિંસક પશુઓ ખોરાકની શોધમાં જંગલ છોડી અને રહેણાંક વિસ્તાર નજીક આવી રહ્યા છે. ત્યારે ડુંમલાવ ગામની આસપાસ દેખાતા આ દીપડા ને ઝડપવા પણ વન વિભાગે પાંજરા ગોઠવવા સહિત વધુ પ્રયાસો હાથ ધર્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject