Download Apps
Home » કેન્દ્રીય બજેટ અંગે FICCI ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષશ્રી રાજીવ ગાંધીની પ્રતિક્રિયા

કેન્દ્રીય બજેટ અંગે FICCI ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષશ્રી રાજીવ ગાંધીની પ્રતિક્રિયા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રીય બજેટમાં (Budget 2023) નાણામંત્રીનું આ વર્ષનું ભાષણ લગભગ 87 મિનિટનું હતુ. આ બજેટમાં બધા સેક્ટર્સ માટે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. સાથે સાથે મધ્યમ વર્ગ માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમનણના 2023-24ના બજેટ બાબતે વિવિધ ક્ષેત્રના લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
બજેટ આર્થિક સુધારાઓને અનુરૂપ
કેન્દ્રીય બજેટ અંગે FICCI ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષ શ્રી રાજીવ ગાંધીએ પોતાનો વિચાર રજુ કરતા જણાવ્યું કે, “એકંદરે બજેટ હાલ ચાલી રહેલા આર્થિક સુધારાઓને અનુરૂપ છે. મધ્યમ વર્ગ પાસે ખર્ચવા માટે વધુ આવક રહેશે જેનાથી તેઓ વધુ ખર્ચ કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો પ્રસ્તાવિત ખર્ચ વૃદ્ધિને આગળ વધારશે. ગુણાત્મક રીતે, બજેટમાં હજુ પણ ઘણી જાહેરાતો છે, જે સુધારાઓ તરફ સરકારના પગલાંને દર્શાવે છે જે નાગરિકોની વિચારસરણીમાં પરિવર્તન લાવશે, સિસ્ટમમાં વધુ પારદર્શિતા મેળવશે, જેનાથી ભારતને મહાસત્તા તેમજ આત્મનિર્ભર બનાવવાનો માર્ગ મજબૂત બનશે.”
ટેક્સ સ્લેબ
ઉલ્લેખનિય છે કે, આ બજેટમાં નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. આ સિવાય બજેટમાં વિવિધ સેક્ટર્સ માટે જાહેરાતો કરવામાં આવી છે.
અમૃતકાળનું પ્રથમ બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજુ કરેલા બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અમૃતકાળનું આ પ્રથમ બજેટ વિકસિત ભારતના ભવ્ય વિઝનને પૂર્ણ કરવા માટે મજબૂત પાયો બનાવશે. આ બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ બજેટ ગામડા-ગરીબ, ખેડૂત, મધ્યમ વર્ગના સપના સાકાર કરશે. હું આ ઐતિહાસિક બજેટ માટે નાણામંત્રી નિર્મલાજી અને તેમની ટીમને અભિનંદન આપું છું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર