Home » ભરુચ નજીક હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 8ને ઇજા
ભરુચ નજીક હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 8ને ઇજા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
73
રાજયમાં અકસ્માતના કેસ સતત વધતા જોવા મળી રહ્યાં છે. ક્યારેક એવા ભયકંર અકસ્માત થતા હોય છે કે જેમાં વ્યક્તિનું ઘટના સ્થળેજ મોત નીપજતું હોય છે. ત્યારે એવો જ એક અકસ્માત ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર સવારના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં વડોદરા તરફથી આવેલ પેસેન્જર ભરેલા આઈશર ટેમ્પાએ અન્ય ફોર વહીલર ટેમ્પા સાથે અકસ્માત સર્જાતા ટેમ્પામાં સવાર મુસાફરો રોડ ઉપર પટકાતા તેમજ આઈશર ટેમ્પોની કેબિનમાં સવાર મુસાફરોને પણ ઈજા થતા તેઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા . 108 એમ્યુલન્સ મારફત સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર વડોદરા થી સુરત તરફ જઈ રહેલા આઇશર ટેમ્પા નંબર જીજે 06 એએક્સ 8773 ના ચાલકે ભરૂચ નજીક વડદલા પાટિયા પાસે ઉભા રહેલા ફોર વહીલર પીકઅપ સાથે અથડાવી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેના પગલે પીકઅપ ટેમ્પો રોડ ઉપર પલ્ટી મારી જતા તેમાં સવાર મુસાફરો અને ચાલકને ઈજા થઈ હતી.તો સાથે આઈશર ટેમ્પાની કેબીનમાં સવાર કેટલાક મુસાફરોને પણ ગંભીર ઈજા થતા ટેમ્પાની કેબીનના પતરા તોડીને રેસ્ક્યુ કરી મુસાફરોને બહાર કાઢી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં 8થી વધુ લોકોને ઈજા થવા પામી હોવાની માહિતી સાંપડી રહી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અકસ્માતના પગલે રોડ ઉપર બંને વાહનો પૈકી એક વાહન પલ્ટી મારી જતા તેમજ લોકોના ટોળે ટોળા એકત્ર થતા વડદલા થી નબીપુર તરફનો વાહન વ્યવહાર થંભીગયો હતો અને ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા.જોકે પોલીસને જાણ થતા પોલીસ કાફલાએ દોડી આવી અકસ્માત સર્જાયેલા વાહનોને રોડ ઉપર થી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાની કવાયત આરંભી હતી.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject