Download Apps
Home » ગાંધીધામમાં રૂપિયા 42 લાખની લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ગાંધીધામ પોલીસે ગોવાથી ઝડપી લીધા

ગાંધીધામમાં રૂપિયા 42 લાખની લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ગાંધીધામ પોલીસે ગોવાથી ઝડપી લીધા

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામના અપનાનગરમાં ફાયરિંગ કરીને આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ ચાલીસ લાખ રોકડની લુંટ કરવાની  ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ કેસમાં 35 લાખની રોકડ, હથિયારો સહિતનો મુદામાલ જપ્ત કરવા સાથે ગાંધીધામમાં જ થયેલી 42 લાખ રોકડની જુની ઘટનાનો પણ ભેદ ઉકેલ્યો છે. સીસીટીવીની મદદથી પોલીસને મળેલી કડીઓ જોડવામાં આવતા  હાઈફાઈ જીવન જીવવા માટે લુંટ ચલાવનાર ત્રણ આરોપીઓેને  પોલીસે ગોવાથી ઝડપી પાડયા હતા. ગાંધીધામમાં છેલ્લા પાંચ વર્ષમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લુંટી લેવાની ઘટનાઓ વધ્યા બાદ પોલીસની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. આ કેસમાં પણ ગુનાનો ભેદ ઉકેલાશે કે કેમ તે સવાલ હતો. આ વચ્ચે પોલીસને સીસીટીવીની એક કડી આરોપીઓ સુધી લઈ ગઈ હતી. 

98 જટેલા  સીસીટીવી ફુટેજની મદદથી મેળવી કડી 
ગાંધીધામના એસ પી મહેન્દ્ર બગડીયા આજે પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી આ સમગ્ર ઘટનાની સિલસિલાબંધ વિગતો આપતા જણાવ્યું હતું કહ્યું હતું કે  લૂંટની આ ઘટનામાં ફાયરિંગ કરીને પૂર્ણિમા આંગડિયા પેઢીના કર્મચારી ઉતમ પ્રજાપતિ પાસેથી રોકડ 40 લાખ ભરેલો થેલો લૂંટી લેવાયો હતો. ઘટનાને પગલે પોલીસની તત્કાળ કામગીરી અને 98 જટેલા  સીસીટીવી ફુટેજની  કડી ને પગલે પોલીસ અંજારના વિજય નગર પહોંચી હતી. જયાંથી આરોપીઓએ લૂંટમાં ઉપયોગમાં લીધેલા વાહનો મળી આવ્યા હતા. આ પછી આરોપીની ટેકનીકલ સર્વેલન્સ ને પગલે  તેઓ ગોવામાં હોવાની માહિતી મળી હતી. સ્થાનિક પોલીસની ટીમ ગોવા પહોંચી હતી અને ગોવા પોલીસની મદદથી કેસિનોમાં જુગાર રમી રહેલા આરોપીને ઝડપી લેવાયા હતા. આરોપીઓમાં  છત્રપાલસિંહ હર્ષદસિંહ સોલંકી રે ભાવનગર, મનુસિંહ ઉર્ફે  મનોજ અજમલસિંહ ઠાકોર,  રે મહેસાણા અને સુરજસિંહ ઉર્ફે રાહુલ કરણસિંહ સોલંકી રે સામઢી પાલનપુરનો સમાવેશ થાય છે. 
લૂંટમાં ગયેલા 35.85 લાખ રિકવર 
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 15.55 લાખની રોકડ, 350 ગ્રામ સોનાના 7 બિસ્કીટ મળીને કુલ લૂંટમાં ગયેલા 35.85 લાખ રિકવર કર્યા હતા.આ ઉપરાંત એક કાર,  બાઈક, જેકેટ,  બે પિસ્તોલ,  9 જીવતા કારતૂસ, 3 મેગેઝીન,  વોકીટોકી, દુરબીન,  મોબાઈલ સિગ્નલ ઝામર સેટ,  શોટગન, ડિફેન્સ સ્પ્રે સહિતનો મુદામાલ કબજે લીધો હતો. 

શોટગન વડે શોક આપીને ડિફેન્સ સ્પ્રે મોઢા પર છાંટીને લૂંટ ચલાવી 
પોલીસે જણાવ્યું હતું કે  આરોપીઓ આંગડિયા પેઢીના કર્મચારીઓને જ ટાર્ગેટ કરતા હતા. મહિનાઓ દિવસો સુધીની રેકી બાદ ખાસ મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા જેમાં ભોગ બનનાર ઓફિસ કે દુકાનથી ઘર સુધી પહોંચી ત્યાં સુધી જોખમ હોય તો સાવચેત રહે છે પણ ઘરેના  દરવાજા પાસે પહોંચતા થોડા હાશકારો અનુભવે છે આ સમયે જ આરોપીઓ ફાયરિગ ધાકધમકી, શોટગન વડે શોક આપીને ડિફેન્સ સ્પ્રે મોઢા પર છાંટીને લૂંટ ચલાવે છે. 
વેબ સિરિઝ જોઇ લૂંટ માટે વોકી ટોકીનો ઉપયોગ કર્યો હતો 
એસપી બગડીયાએ ઉમેર્યું હતું કે આરોપીઓ વિવિધ ગુનામાં જેલમાં મળ્યા હતા. અન તેમણે એક મહિના સુધી રેકી કરીને પછી આ લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ખાસ કરીને વેબ સિરીઝ ફિલ્મ જોઈને તેમાંથી વોકીટોકી નો ઉપયોગ કરવો, મોબાઈલ લોકેશન જામ કરવા સહિતના પગલા આરોપીઓએ ભર્યા છે.  જોકે સીસીટીવીની ખાસ ઉપયોગીતા અને ટેકનિકલ સર્વેલન્સની કામગીરીએ આ ભેદ ઉકેલવામાં સૌથી વધુ કડીઓ આપી છે. તેમણે લોકો આજના સમયમાં નિયમ મુજબ રહેણાંક અને વ્યાપારિક સ્થળો પર વધુમાં વધુ સીસીટીવી લગાવવા અનુરોધ કર્યો હતો. 
અગાઉ પિસ્તોલ બતાવી 19.56 લાખની લૂંટ મચાવી હતી 
પોલીસની તપાસમાં ગાંધીધામમાં  વર્ષ 2018માં શક્તિનગર માં આંગડિયા કર્મચારીને ધમકાવીને રૂ 42 લાખની લૂંટનો ભેદ પણ ઉકેલાયો છે. આરોપી છત્રપાલસિંહ અને વિશાલ પટેલ રહે. સુરતે આ ઘટનાને અંજામ આપ્યો હતો સુરત ખાતેથી વિશાલને પણ ઝડપી લેવાયો છે.  બીજીતરફ રાજકોટ ખાતે  ખત્રીવાડ પાસેથી આંગડિયા કર્મચારીને પિસ્તોલ બતાવીને રૂ. 19.56 લાખની લૂંટ ચલાવી હતી. જેમાં બંને આરોપીઓ ફરાર હતા. 
આરોપીઓએ ઓનલાઇન વાહન ખરીદ કર્યું હતું
આરોપીઓએ ઓનલાઇન વાહન ખરીદ કર્યું હતું. તો અંજારના વિજયનગર ખાતે પણ ભાડાનું મકાન રાખ્યું હતું. આ બન્નેમાં વાહન વેચનાર અને મકાન ભાડે આપનારે સ્થાનિક પોલીસને જાણકારી આપી નહોતી. પોલીસે અપીલ કરતા જણાવ્યુ હતું કે  ઓનલાઈન ખરીદી વેચાણ માં પુરતી ખાતરી કરવી જરૂરી છે. તો અજાણ્યા લોકોને  મકાન ભાડે અપાય તો પોલીસને જાણ કરવી જરૂરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા