વિન્ટેજ કારમાં જાન નીકળી
28 વર્ષના અક્ષર પટેલ અને મેહા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેની પાછલા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ થઈ હતી. વસંત પંચમીએ વડોદરામાં અક્ષરની જાન વિન્ટેજ કારમાં નીકળી હતી. આ સાથે વરમાળા અને સાત ફેરાના પણ વીડિયો સામે આવ્યા છે. જેને ખુદ મેહા પટેલ દ્વારા Social media પર પોસ્ટ કરવામાં આવ્યા છે.
મેહા પટેલ વ્યવસાયે ડાયટેશિયન અને ન્યૂટ્રિશિયનિસ્ટ છે.(Nutritionist) તે સોશિયલ મીડિયા પર પણ ડાયેટ પ્લાન શેર કરતી રહે છે. અક્ષર પટેલ અને મેહાને ઘણી વખતે સાથે રજાઓની મજા માણતા પણ જોવામાં આવ્યા છે. હાલમાં જ બંને અમેરિકા (America)પણ ગયા હતા.