Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Idar District: જાદરના કલર ગોડાઉનમાં આગ લાગતા રૂ. 65 લાખનો માલ બળીને ખાખ

Idar District: ઇડર તાલુકાના જાદરમાં આવેલ એક કલર કંપનીના ગોડાઉનમાં બુધવારે અચાનક લાગેલી આગને કારણે ગોડાઉનમાં રખાયેલ અંદાજે રૂ. 65 લાખથી વધુની કિંમતનો માલસામાન બળીને ભસ્મીભુત થઈ ગયો હતો. જોકે આગ લાગ્યાની ઘટના અંગે ઈડર ફાયરબ્રીગ્રેડને જાણ કરાયા બાદ તેઓ...
idar district  જાદરના કલર ગોડાઉનમાં આગ લાગતા રૂ  65 લાખનો માલ બળીને ખાખ
Advertisement

Idar District: ઇડર તાલુકાના જાદરમાં આવેલ એક કલર કંપનીના ગોડાઉનમાં બુધવારે અચાનક લાગેલી આગને કારણે ગોડાઉનમાં રખાયેલ અંદાજે રૂ. 65 લાખથી વધુની કિંમતનો માલસામાન બળીને ભસ્મીભુત થઈ ગયો હતો.

જોકે આગ લાગ્યાની ઘટના અંગે ઈડર ફાયરબ્રીગ્રેડને જાણ કરાયા બાદ તેઓ ફાયર ફાઈટર સાથે આવી પહોંચ્યા હતા. ત્યારે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

Advertisement

Idar District

Idar District

Advertisement

આ અંગેની વિગત એવી છે કે જાદર સ્થિત સહકારી વસાહતમાં એક ખાનગી વેપારીના કલર કંપનીનું ગોડાઉન આવેલ છે. જયાં સવારના સુમારે ગોડાઉનમાં કામ ચાલતુ હતું. ત્યારે અચાનક બપોરે 12 વાગ્યા પછી ગોડાઉન બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ગોડાઉનમાં જયાં કલરની બોટલો કેમિકલના બેરલ સાથે રાખવામાં આવી હતી.

આ ગોડાઉનમાં આશરે 65 લાખનો માલ હતો. ત્યાં ગમે તે કારણોસર આગ લાગી હતી અને ધુમાડાના ગોટેગોટ નિકળતા તરતજ ગોડાઉનના વોચમેનને ખબર પડી હતી. ત્યારબાદ તેણે તરતજ જાદર પોલીસ સ્ટેશનમાં તથા ઈડર ફાયરબ્રીગ્રેડને જાણ કરી તાબડતોબ બોલાવી લીધી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રીગ્રેડની ટીમએ તરતજ આવી મોરચો સંભાળી લીધો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે અંગેની વિગતો બહાર આવી નથી. પરંતુ જયારે પોલીસ અને ફાયરબ્રીગ્રેડ તપાસ કરે તે પછી આગનું સાચુ કારણ જાણી શકાશે.

અહેવાલ યશ ઉપાધ્યાય

આ પણ વાંચો: ગોંડલ તાલુકાનો “નારી શક્તિ વંદના” કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષ સ્થાને યોજાયો

Tags :
Advertisement

.

×