Home » બાળકના આવ્યા પછી પાર્ટનર સાથે વધ્યું છે અંતર, તો આ ટિપ્સ અપનાવો
બાળકના આવ્યા પછી પાર્ટનર સાથે વધ્યું છે અંતર, તો આ ટિપ્સ અપનાવો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
63
બાળકનો જન્મ સામાન્ય રીતે માતાપિતાના જીવનની સુંદર ક્ષણોમાંની એક હોય છે. ખાસ કરીને લગ્ન પછી પહેલું સંતાન માતા-પિતા વચ્ચેનું બોન્ડિંગ મજબૂત કરવાનું કામ કરે છે. મોટા ભાગના લોકોને બાળક થયા પછી પાર્ટનર માટે પૂરતો સમય મળતો નથી. તેવામાં જો તમારે પણ બાળકના આગમન પછી, જો તમે પણ જીવનસાથીથી દૂર રહેવાનું શરૂ કર્યું હોય, તો કેટલીક સરળ ટીપ્સ અપનાવી તમે પાર્ટનર સાથે નિકટતા વધારી શકો છો. બાળક થયા પછી માતાપિતાનો મોટાભાગનો સમય બાળકને સંભાળવામાં અને બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવામાં પસાર થાય છે. ત્યારે અમે તમને કેટલીક સરળ રિલેશનશિપ ટિપ્સ વિશે જણાવીએ, જેને અજમાવીને તમે અંતરને ઘટાડી શકો છો.
સાથે ટાઇમ સ્પેન્ડ કરો
બાળકના જન્મ પછી કપલ્સને એકબીજા સાથે વાત કરવા માટે ઘણો ઓછો સમય મળે છે. જેના કારણે સંબંધોમાં અંતર આવવા લાગે છે. તમે થોડા સમય માટે બાળકને ઘરના અન્ય સભ્યો સાથે છોડી શકો છો. તે જ રીતે બાળક સૂઈ જાય પછી પણ તમે તમારા જીવનસાથી સાથે ઘણી વાતો કરી શકો છો.
પુષ્કળ ઊંઘ લો
ક્યારેક બાળક દિવસે ઉંઘતું નથી. એટલે રાત્રે વારંવાર જાગે છે, જેના કારણે યુગલોની ઊંઘમાં ખલેલ પહોંચે છે અને ઉંઘ ન આવવાને કારણે દિવસભર ચીડિયાપણું આવે છે. આવી સ્થિતિમાં બાળકની સંભાળ રાખો અને પ્રયાસ કરો કે બાળક દિવસ દરમિયાન સૂવાને બદલે રાત્રે સૂઈ જાય. જેની મદદથી તમે 7-8 કલાકની સંપૂર્ણ ઊંઘ લઈ શકશો.
બેબીમૂન પર જાઓ
તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે બેબીમૂન પ્લાન પણ કરી શકો છો.આવામાં તમે જીવનસાથી અને બાળક સાથે સારા મુકામ પર જવાથી તમારા સંબંધોમાં પ્રેમ વધશે અને તમને ટૂંકો બ્રેક પણ મળશે. બહાર ન જવાની સ્થિતિમાં તમે ઘરની આસપાસની જગ્યાઓ ઉપર પણ વન ડે પિકનિક પર જઇ શકો છો.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject