- ભીંડાને તેલમાં સાંતળીને એક પ્લેટમાં કાઢી લો.
- હવે એક બીજા પેનમાં 2 ચમચી તેલ લઈ તેમાં રાઈ, જીરું, આખા મરચા, લીમડા, અને હીંગ ઉમેરી વઘાર કરી લો.
- હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ-લસણની પેસ્ટ ઉમેરી સાંતળો.
- ત્યારબાદ બધા રેગ્યુલર મસાલા નાખી હલાવો.
- થોડી વાર પછી દહીં એડ કરી, અડધો કપ પાણી ઉમેરી મિક્સ કરો.
- પછી મીઠું ઉમેરી ઢાંકી દો કૂક થવા દો.
- થોડી વાર પછી સાંતળેલો ભીંડો, ગરમ મસાલો, કસૂરી મેથી, ખાંડ અને કોથમીર ઉમેરી મિક્સ કરી ઢાંકી 5 મિનિટ કૂક કરો.
- છેલ્લે ગૅસ બંધ કરી કોથમીરથી ગાર્નિશ કરી રોટલી-પરાઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે દહીં ભીંડી..
Home » રોજ એકનું એક પ્રકારે બનાવેલો ભીંડો ન ભવતો હોય તો, આ રીતે ટ્રાય કરો ‘દહીં ભીંડી’
રોજ એકનું એક પ્રકારે બનાવેલો ભીંડો ન ભવતો હોય તો, આ રીતે ટ્રાય કરો ‘દહીં ભીંડી’
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
102
દહીં ભીંડી બનાવવા માટેની સામગ્રી:
1 બાઉલ ભીંડા
તેલ જરૂર મુજબ
રાઈ, હીંગ, જીરુ, વરિયાળી
મીઠા લીમડાના પાન
1 ડુંગળી
આદુ લસણની પેસ્ટ
1 ચમચી લાલ મરચાંનો પાવડર
1 ચમચી હળદર
1 ચમચી ધાણાજીરું
1 ચમચી ગરમ મસાલો
1 ચમચી કસૂરી મેથી
1 ચમચી ખાંડ
1/2 બાઉલ દહીં
કોથમીર
બનાવવા માટેની રીત :
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject