Home » રાજકોટમાં દારુની મહેફીલ પર મહિલાઓની રેડનો મામલો , મહિલાઓએ પરિવારજનો માટે માંગ્યું પોલીસ પ્રોટેક્શન
રાજકોટમાં દારુની મહેફીલ પર મહિલાઓની રેડનો મામલો , મહિલાઓએ પરિવારજનો માટે માંગ્યું પોલીસ પ્રોટેક્શન
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
81
રાજકોટ શહેરમાં રવિવારના રોજ દારૂની મહેફિલ માણનારા લોકોને રણચંડી બનેલી મહિલાઓની મદદથી પોલીસે ઝડપી પાડ્યા બાદ આજરોજ આરોપીઓ સામે પંચનામાની કાર્યવાહી કરવામાં આવી..
દારુની મહેફીલ માણતા લોકોને સ્થાનિક મહિલાઓની મદદથી ઝડપી લેવાયા હતા
મહત્વપૂર્ણ છે કે ગઇકાલે સ્થાનિક મહિલાઓએ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસની મદદ કરી હતી. સ્થાનિક મહિલાઓનું કહેવું હતું કે તેમણે 100 નંબર ઉપર ફોન કર્યો હતો પરંતુ તેમને જણાવવામાં આવ્યું હતું કે હાલ એક પણ પોલીસ વેન ફ્રી નથી. જેના કારણે સૌ પ્રથમ તેઓ આમ્રપાલી પોલીસ ચોકી ખાતે ગયા હતા. જ્યાં તેમને જણાવવામાં આવ્યું હતું કે, હદ તેમની નહીં પરંતુ ગાંધીગ્રામ મુખ્ય પોલીસ સ્ટેશનની લાગે છે. જેના કારણે મહિલાઓએ ગાંધીગ્રામ મુખ્ય પોલીસ સ્ટેશન સુધી ધક્કા થયા હતા. ત્યારે સમગ્ર મામલે મહિલાઓ રણચંડી બનતા પોલીસે ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે આજરોજ તમામ આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા. જ્યાં જરૂરી પંચનામા ની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ક્લાર્કની સંડોવણી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો કશ્યપ ઠાકર પણ સામેલ છે. ત્યારે પોલીસને સમગ્ર મામલે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ આ સમગ્ર મામલાની નોંધ પોલીસ દ્વારા પોતાના ડેઇલી રિપોર્ટમાં જણાવવામાં ન આવતા ફરી એક વખત રાજકોટ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ મહિલાઓએ મીડિયા ની સમક્ષ તેમને અને તેમના પરિવારજનોને આવારા તત્વોથી પોલીસ પ્રોટેક્શન મળે તે બાબતની માગણી કરી છે.
આ પણ વાંચોઃ સમરોલી ગામેથી વિદેશી દારૂ સાથે માતા પુત્રની ગાંધીનગર પોલીસે કરી ધરપકડ, ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject