Home » ભરૂચ જીલ્લામાં અગનગોળાની વર્ષાથી બેભાન થવાના દર્દીઓની સંખ્યામાં વધારો
ભરૂચ જીલ્લામાં અગનગોળાની વર્ષાથી બેભાન થવાના દર્દીઓની સંખ્યામાં વધારો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
60
ઉનાળાના પ્રારંભ સાથે જ ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો પણ વધી રહ્યો છે, જિલ્લામાં બપોર પડતા જ જાણે કે રસ્તાઓ સુમસામ થતા હોય તેવી સ્થિતીનું સર્જન થયું છે. ત્યારે જાહેર માર્ગો ઉપરથી ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા મોઢા ઉપર દુપટ્ટો તથા યુવકો રૂમાલ બાંધી સુરક્ષા કરી રહ્યા છે. તો ઉનાળાની ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડુ પીણું આરોગીને રાહત મેળવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં માર્ચના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર જતા શહેરીજનો આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે ગરમીના પ્રકોપથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે શહેરમાં આવેલા શેરડી રસ ઘર સહિત ફાઉન્ટેન સોડાનું સેવન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. પરંતુ ભરૂચ જિલ્લામાં આકાશમાંથી વરસતી અંગ દઝાડતી ગરમીના કારણે કામકાજ અર્થે બહાર નીકળતા કેટલાય લોકો બેભાન થઈ જવા તેમજ શરીરમાં પાણી ઓછું થઈ જવાના કારણે ચક્કર આવવા સહિત માથું ભારે થઈ જવું તેવા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે પણ ઉનાળામાં બપોરના 12 થી 4 વાગ્યા સુધીના સમયમાં ઘરની બહાર ન નીકળવા અપીલ કરવા સાથે વધુ પ્રમાણમાં પાણી આરોગવા અંગેની અપીલ પણ કરી છે, અને સાથે ઉનાળાની ગરમીમાં બહારથી આવી તુરંત જ સ્નાન ન કરવા માટે પણ સલાહ આપી છે.
તો બીજી તરફ ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો પોતાના શરીરને ઢાંકી જાહેર માર્ગો પર નીકળતા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ જાહેર માર્ગો ઉપર રખડતા ભિક્ષુકોની હાલત પણ કફોડી બની ગઈ છે. ભરૂચ નગરપાલિકાએ લાખોના ખર્ચે મુકેલા વિવિધ વિસ્તારોમાં મુકેલા પીવાના પાણીના ATM બંધ અવસ્થામાં હોવાના કારણે લોકોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ મશીનોનું વીજ કનેક્શન બિલ તો નગરપાલિકા ભરપાઇ કરે છે પરંતુ પાણી ન આવતું હોય જેના કારણે નગર પાલિકાના માથે વધુ વીજળીનો બોજો ઉભો થયો હોવાનો આક્ષેપ પણ વિપક્ષ કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ભરૂચ શહેર વિવિધ વિસ્તારોના જાહેર માર્ગો ઉપર કુલ 11 એટીએમ પીવાના પાણીના મશીન મુકવામાં આવ્યા છે પરંતુ આ તમામ બંધ અવસ્થામાં હોવાના કારણે જાહેર માર્ગો પર રખડતાં ભિક્ષુકો અને વાહનચાલકો તથા રિક્ષાચાલકોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી છે એક તરફ વધુ પ્રમાણમાં ઉનાળામાં પાણી પીવા માટેની સલાહ આપી રહી છે, ત્યારે ભરૂચ નગર પાલિકાના લાખો રૂપિયાના પાણીના ATM મશીન શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject