- મંધાનાએ વર્ષ 2022માં 33ની એવરેજ અને 133.48ના સ્ટ્રાઈક રેટથી 594 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે શ્રીલંકા સામે મહિલા એશિયા કપની ફાઈનલ સહિત 21 ઇનિંગ્સમાં 5 અડધી સદી ફટકારી હતી.
- ભારતની સ્ટાર બોલર દીપ્તિએ ગયા વર્ષે T20માં 29 વિકેટ ઝડપી હતી. મહિલા ટી20માં સૌથી વધુ વિકેટ લેનારી તે સંયુક્ત રીતે ત્રીજી બોલર હતી. તેની સરેરાશ 18.55 હતી. એટલું જ નહીં તેણે 37ની એવરેજ અને 136.02ની સ્ટ્રાઈક રેટથી 370 રન બનાવ્યા. દીપ્તિએ એશિયા કપમાં 13 વિકેટ લીધી હતી અને તે ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ખેલાડી રહી હતી.
- વર્ષ 2022 ભારતની યુવા વિકેટ કીપર બેટ્સમેન રિચા ઘોષ માટે આશ્ચર્યજનક રહ્યું. તેણે 18 મેચમાં 259 રન બનાવ્યા હતા. 13 સિક્સર ફટકારી. તેણે ઓસ્ટ્રેલિયા સામે ગયા વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. રિચાએ 19 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા.
- વર્ષ 2022માં રેણુકાએ બોલ પર પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે T30 ક્રિકેટમાં 23.95ની એવરેજ અને 6.50ના ઈકોનોમી રેટથી 22 વિકેટ લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રેણુકાએ તેના સ્પેલમાં 16 ડોટ બોલ ફેંક્યા અને 18 રનમાં 4 વિકેટ લીધી.