ભારે બફારા બાદ રાજ્યમાં મેઘરાજાએ એકવાર ફરી એન્ટ્રી કરી લીધી છે. આજે રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં બફારા બાદ વરસાદ પડતા લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં પ્રેશર સર્જાતા આવનારા દિવસોમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. મળતી માહિતી અનુસાર, 10 સપ્ટેમ્બર પછી વરસાદી સિસ્ટમ સક્રિય થશે જે બાદ ઉત્તર પૂર્વના ભાગોમાં, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય વડોદરા, આણંદ, ખેડા, અને મહિસાગરમાં પણ વરસાદની આગાહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.