Download Apps
Home » ધોરાજીના વડોદર શાખામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના કેશીયરે રૂ.71.41 લાખની કરી લૂંટ

ધોરાજીના વડોદર શાખામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના કેશીયરે રૂ.71.41 લાખની કરી લૂંટ

જેતપુરના અભિષેકનગરમાં રહેતા અને ધોરાજી જિલ્લા બેન્કના મેઇન શાખામાં ડેપ્યુટી મેનેજર ગોપાલભાઇ ભીખાભાઇ રાદડીયાએ વડોદર ગામની શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા ધોરાજીના વિકાસ રતિલાલ લાખાણી સામે રૂા 71.43 લાખની હંગામી ઉચાપત કર્યાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં વડોદરની જિલ્લા બેન્કના કેશિયરે 20 જેટલા ખાતાધારકના જુદા જુદા બહાના હેઠળ ચેકમાં સહી કરવાની પોતાની પાસે લઇ લીધા બાદ તેઓ દ્વારા બેન્કમાં નાણા જમા કરાવે ત્યારે સ્લીપમાં સહી – સક્કો લગાવી દેતો પરંતુ બેન્કમાં રકમ જમા ન કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આરોપી વિકાસ લાખાણી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ધોરાજી ખાતેની વડોદર શાખામાં કેશિયર તરીકે કામ કરતો હતો. તેણે ડિસેમ્બર 2021 અને જૂન 2022 વચ્ચે બેંકના ગ્રાહકોના ખાતામાંથી ચાલાકીપૂર્વક રૂ. 71 લાખ ઉપાડી લીધા હતા. જયારે એક ખાતાધારક બ્રાંચમાં પાસબુક અપડેટ કરાવવા આવ્યો ત્યારે તેને જાણ થઇ કે તેના ખતામાંથી ૩ લાખ રૂપિયાની ઉચાપત થઇ છે. આ અંગે તેણે બેંકની શાખાના મેનેજરને ફોન કરી જાણ કરી કે તેમની જાણ વગર ખાતામાંથી રૂ. 3 લાખ ઉપાડી લેવામાં આવ્યા છે. ત્યાર બાદ સમગ્ર મામલો સામે આવતા કુલ રૂ. 71 લાખની ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું.
ત્યાર બાદ બેંકના અધિકારીઓએ વિકાસ લાખાણી સામે પાટણવાવ પોલીસ સ્ટેશમાં છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિકાસ લાખાણીએ ચેક પર ગ્રાહકની જ નકલી સહી નહીં પરંતુ ચેક ક્લિયર કરવા માટે બેંક મેનેજરની પણ નકલી સહી કરી હતી.
પોલીસે નોંધેલી FIRમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રાહકની ફરિયાદ બાદ બેંકના વરિષ્ઠ અધિકારીઓએ ખાતાના વ્યવહારોની ચકાસણી કરી અને જાણવા મળ્યું કે વિકાસ લાખાણીએ પહેલા CIF માંથી તો ગ્રાહકનો મોબાઈલ નંબર ડિલીટ કરી નાખ્યો હતો, જેથી રૂપિયા ઉપાડવા બદલ ગ્રાહકને SMS એલર્ટ ન મળે. લાખાણીએ ચેક પર ગ્રાહકની નકલી સહી અને બ્રાંચ મેનેજરની નકલી સહી કરીને ચેક ક્લિયર કર્યો હતો. આ ઉપરાંત તે ગ્રાહક પાસેથી ડિપોઝીટના નાણા લઇ પાસબુકમાં એન્ટ્રી કરી આપતો હતો ત્યાર બાદ બેંકના રેકોર્ડમાંથી એન્ટ્રી ડિલીટ કરી નાખતો હતો અને પૈસા પોતાની પાસે રાખી લેતો હતો.
બેન્ક દ્વારા ઓડીટ કરવામાં આવતા વિકાસ લાખાણીએ રૂા.71.43 લાખની ઉચાપત કર્યાનું બહાર આવતા તેને બેન્કના એકાઉન્ટમાં પુરેપુરી રકમ વ્યાજ સાથે તમામ ખાતેદારને જમા આપી દીધી હતી.બેન્કના નાણા અંગત ઉપયોગમાં વાપર્યા હોવાથી તેની સામે હંગામી ઉપાચત અંગેનો પાટણવાવ પોલીસ મથકમાં ગુનો નોંધાતા કાયદેસરની કાર્યવાહી હાથધરી આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ધોરાજી નામદાર કોર્ટનાં જ્જે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા કોર્ટે રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
બેન્ક ઓડીટમાં કેશિયરનો ભાંડો ફુટયો વડોદર ગામની જિલ્લા બેન્કના કેશિયરે જુદા જુદા 20 જેટલા ખાતેદારના રૂા .71.43 લાખની રકમની ઉચાપત કરી અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાની પાંચેક માસ પહેલાં ફરિયાદ ઉઠતા વડોદરની જિલ્લા બેન્કના મેનેજર રાજુભાઇ રાવલે ધોરાજી મેઇન શાખાના ડેપ્યુટી મેનેજર ગોપાલભાઇ રાદડીયાને જાણ કરતા બેન્કની વિઝીલન્સના મેનેજર મગનભાઇ કાછડીયા,કે.બી.રામોલીયા અને એમ.એલ.નરોડીયા દ્વારા ઓડીટ તપાસ કરતા કેશિયર વિકાસ લાખાણીએ ઉચાપત કર્યાનું બહાર આવ્યું હતું .
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?