Home » Realme લોંચ કરશે બે દમદાર સ્માર્ટ ફોન, જાણો કિંમત
Realme લોંચ કરશે બે દમદાર સ્માર્ટ ફોન, જાણો કિંમત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
124
Realme20 જૂને ભારતમાં તેનો Realme C30 સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ, કંપની માત્ર બે દિવસ પછી જ બીજો સ્માર્ટફોન Realme Narzo 50i લાવી રહી છે. તેને 22 જૂને લોન્ચ કરવામાં આવી શકે છે. આ પહેલા કંપનીએ Realme Narzo 50iને 7,499 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો હતો. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે નવો ફોન પણ એન્ટ્રી લેવલ ડિવાઇસ હશે.
એક રિપોર્ટમાં ફોનની કેટલીક તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. જેના કારણે તેની ડિઝાઇન સામે આવી છે. આ સ્માર્ટફોન બે કલર ઓપ્શનમાં આવશે – ગ્રીન અને બ્લેક. તેમાં સિંગલ રિયર કેમેરા અને વોટરડ્રોપ નોચ હશે. કેમેરા સાથે LED ફ્લેશ અને નેરો બ્રેડિંગ જોવા મળશે.
તેની ડિઝાઇન લેંગ્વેજ આવનારા બાકીના સ્માર્ટફોન્સ જેવી જ રહેશે. જમણી તરફ તેમાં વોલ્યુમ રોકર અને પાવર બટન હશે, જ્યારે ડાબી બાજુએ તમને સિમ ટ્રે મળશે. હેન્ડસેટમાં 5,000 એમએએચની બેટરી છે, જે આખા દિવસની બેટરી લાઈફ ઓફર કરશે.
કિંમત વિશે વાત કરીએ તો, Realme Narzo 50i Prime ની કિંમત લગભગ 7,800 રૂપિયા કે તેથી ઓછી હશે. અગાઉ, Realme Narzo 50i બે વેરિઅન્ટમાં લાવવામાં આવ્યો હતો. તેના 32 જીબી વેરિઅન્ટની કિંમત 7,499 રૂપિયા અને 64 જીબી વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા હતી.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject