Home » કોરોનાના સંભવિત જોખમ સામે સાબરકાંઠા વહીવટી તંત્ર સજ્જ,14 ઓક્સિજન પ્લાન્ટ હાલ કાર્યરત
કોરોનાના સંભવિત જોખમ સામે સાબરકાંઠા વહીવટી તંત્ર સજ્જ,14 ઓક્સિજન પ્લાન્ટ હાલ કાર્યરત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
90
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ માથું ઊંચક્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ વહીવટી તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ચૂક્યું છે સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિભાગની એડવાઈઝરી મુજબ સિવિલ હોસ્પિટલમાં મોટાભાગની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જેમાં મુખ્ય સિવિલ હોસ્પિટલ સહિત ઇડર ખેડબ્રહ્મા અને પ્રાંતિજ તલોદમાં પણ ઓક્સિજન સાથેના બેડ તૈયાર કરી લેવાયા છે સાથોસાથ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ કોરોના મહામારીના પગલે જરૂરી તમામ પૂર્વ તૈયારીઓ શરૂ કરાઈ છે.
આરોગ્ય વિભાગ સતર્ક
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના પગલે લાખો માનવીએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે હાલના તબક્કે ફરી એકવાર કોરોના મહામારી માથું ઊંચકી રહી છે જેના પગલે ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના છેવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી આરોગ્ય વિભાગ સંપૂર્ણ તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે.
૧૪ ઓક્સિજન પ્લાન્ટ હાલમાં કાર્યરત
સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૫ જેટલા ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જેમાંથી ૧૪ ઓક્સિજન પ્લાન્ટ હાલમાં કાર્યરત છે સાથોસાથ જિલ્લામાં 1500 જેટલા બેડની વ્યવસ્થા પણ યથાવત સ્વરૂપે જાળવી રાખવામાં આવી છે જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના મહામારી ને પહોંચી વળવાની પ્રાથમિક તૈયારીઓના ભાગરૂપે પાયારૂપ સુવિધાઓ મામલે અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવાઈ છે જોકે કોરોના મહામારી ન ફેલાય તે માટે વહીવટી તંત્ર અત્યારથી સાબ દૂર થયું છે જે આગામી સમય માટે મહત્વનું પગલું પુરવાર થાય તેમ છે
આગામી સમયમાં કોરોના મહામારીની ચોથી લહેર ભારતમાં આવે તો હજુ પણ ઘણું મોટું નુકસાન કરી શકે તેમ છે ત્યારે જોવું રહે છે કે હાલના તબક્કે શરૂ કરાયેલી તૈયારીઓ કોરોના મહામારી માટે કેટલી સાર્થક બની રહેશે. જોકે હજુ સુધી રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિ ભારતમાં ચિંતાજનક નથી.. પરંતુ તંત્ર અત્યારથી જ સાબદુ બનેલું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject