Home » રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો દબદબો, સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં મુંબઇની ટીમને મળી મોટી હાર
રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો દબદબો, સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં મુંબઇની ટીમને મળી મોટી હાર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
78
સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં T20માં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તે હાલમાં T20નો નંબર-1 બેટ્સમેન છે. આવી સ્થિતિમાં મુંબઈના આ બેટ્સમેનની નજર ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા પર છે. આ કારણોસર તે ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં પણ મુંબઈ તરફથી રમી રહ્યો છે. પરંતુ તેની હાજરી હોવા છતાં, શુક્રવારે રમાયેલી મેચમાં ટીમનો સૌરાષ્ટ્ર સામે પરાજય થયો હતો. વર્તમાન સિઝનમાં ટીમની આ પ્રથમ હાર છે.
મેચના ચોથા અને અંતિમ દિવસે 280 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 231 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ડાબોડી સ્પિનરે 6 વિકેટ લેવા ઉપરાંત 100થી વધુ રન પણ બનાવ્યા હતા. આ મેચમાં સૌરાષ્ટ્રનો 48 રને વિજય થયો હતો.
મેચના અંતિમ દિવસે મુંબઈની ટીમે બીજા દાવમાં 8 વિકેટે 218 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ છેલ્લા 2 બેટ્સમેન માત્ર 13 રન ઉમેર્યા બાદ પેવેલિયન પરત ફર્યા હતા. દિવસનો પહેલો ફટકો તુષાર દેશપાંડેના રૂપમાં લાગ્યો હતો. તે 13 રન બનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો. શમ્સી મુલાની છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો હતો. તેણે 34 રન બનાવ્યા હતા. આખી ટીમ 74 ઓવરમાં 231 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં યુવરાજ સિંહ ડોડિયા અને પાર્થ ભુતે 4-4 વિકેટ લીધી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજાને 2 વિકેટ મળી હતી.
પ્રથમ દાવમાં 4 વિકેટ
ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રથમ દાવમાં 4 વિકેટ ઝડપી હતી. બેટિંગ કરતી વખતે તેણે પ્રથમ દાવમાં 24 રન અને બીજા દાવમાં મહત્વપૂર્ણ 90 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. મેચની વાત કરીએ તો સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં 289 રન અને બીજા દાવમાં 220 રન બનાવ્યા હતા. આ સાથે જ મુંબઈની ટીમ પ્રથમ દાવમાં માત્ર 230 રન જ બનાવી શકી હતી. સૂર્યકુમાર યાદવે પ્રથમ દાવમાં 95 રન જ્યારે બીજા દાવમાં 38 રન બનાવ્યા હતા. આમ આ મેચમાં મેન ઑફ ધ મેચ તરીકે ઑલરાઉન્ડ પ્રદર્શન કરનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject