Download Apps
Home » ગુજરાતમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદાને પરત ખેંચાશે, રાજ્યપાલે બિલ પરત મોકલાવ્યું

ગુજરાતમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદાને પરત ખેંચાશે, રાજ્યપાલે બિલ પરત મોકલાવ્યું

ગાંધીનગરમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવે રખડતા ઢોર નિયંત્રણ કાયદાને પરત ખેંચવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો. થોડા દિવસ પહેલાં માલધારીઓએ રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો ભારે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રખડતા ઢોર નિયંત્રણનું બિલ પરત મોકલ્યું છે. આગામી દિવસોમાં મળનારા વિધાનસભા સત્રમાં આ બિલને પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે.

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે બિલ પરત ખેંચાશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાલ રખડતા ઢોર નિયંત્રણ કાયદો બનાવા માટેનું બિલ પરત મોકલ્યું છે. જે મુજબ હવે આ બિલને ફરીથી વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું વિશેષ સત્ર મળવા જઈ રહ્યું છે. જ્યાં સત્રના પ્રથમ દિવસે જ રખડતા ઢોર નિયંત્રણ કાયદા માટેનું આ બિલ પરત ખેંચી લેવામાં આવશે. 

મહત્વનું છે કે, થોડા મહિનાઓ અગાઉ રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર પર કાબુ લેવા માટે આ વર્ષે જ વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે મુજબ રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા સામેના કાયદાને વધુ કડક બનાવામાં આવ્યો હતો. જો કે, સરકારના આ કાયદાનો માલધારી સંગઠનો દ્વારા ભારે વિરોધ થયો હતો.

રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ થયો હતો

ગઈકાલે અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી વેદના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભૂવાઓ, 17 કરતાં પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ આ સભામાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં 21 સપ્ટેમ્બરના રોજ માલધારી સમાજ દૂધ નહી વેચે એવો નિર્ણય પણ લેવાયો હતો.

ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ
ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ
By Harsh Bhatt
Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા
Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા
By Hiren Dave
વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી
વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી
By Hardik Shah
લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય
લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય
By Harsh Bhatt
હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં
હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં
By Harsh Bhatt
સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો
સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો
By Harsh Bhatt
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
By Aviraj Bagda
કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક?
કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક?