Home » લગ્નનો આનંદ શોકમાં છવાઈ ગયો,બીજા દીવસે દીકરો અને દીકરીના હતાં લગ્ન
લગ્નનો આનંદ શોકમાં છવાઈ ગયો,બીજા દીવસે દીકરો અને દીકરીના હતાં લગ્ન
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
94
વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગામનું એક પરિવાર સાવલી તાલુકાના આદલા વાલા ગામે દિકરીના લગ્ન નક્કી કયૉ હતા. ત્યાં વહેવાઈ ને ત્યાં લગ્નમાં હાજરી આપી તેઓ પરત ફરી રહ્યા હતા. તે સમય દરમિયાન અચાનક રીક્ષાનું આગળનું વ્હીલ નીકળી જતા રીક્ષામાં સવાર રાજુભાઈ છગનભાઈ ભાલીયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેઓનું અચાનક મોત નીપજયું હતું.
છોકરા અને છોકરી એ પિતાની અને પરિવાર જનોએ મોભીની છત્રછાયા ગુમાવી
વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગામે રહેતા રાજુભાઈ છગનભાઈ ભાલીયા સમગ્ર પરિવાર લગ્નમાંથી પરત આવી રહ્યા હતા તે સમય દરમિયાન અચાનક રિક્ષાનું વ્હીલ નીકળી ગયું હતું અને સમગ્ર પરિવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો .જેમાં રાજુભાઈ છગનભાઈ ભાલીયાનું સારવાર દરમિયાન મોત્યુ થયું હતું અને તેમના ધર્મ પત્નીને હાથે અને પગે ગંભીર ઇજાઓ થઈ હતી તેથી તેઓ હાલ સારવાર હેઠળ છે અને પરિવારના અન્ય વ્યક્તિઓને પણ નાની – મોટી ઈજાઓ થઈ હતી .પરંતુ આ દીકરા અને દીકરીના ૬/૦૨/૨૩ ના રોજ અને દિકરાના ૦૭/૦૨/૨૩ના રોજ લગ્ન હતા. પરંતુ આ દીકરા દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી બેસતા તેઓના લગ્ન હાલ મોકૂફ રાખ્યા અને સમગ્ર પરિવાર ખૂબ જ શોખમાં છવાઈ ગયો હતો. દીકરા દીકરીની પીઠી સુકાઈ નહિ ત્યાં તો આવી દુઃખદ ઘટના બનવા પામી હતી જેથી સમગ્ર પરિવાર ખૂબ જ હૈયા રુદન કરતો નજરે પડ્યો હતો.
વાઘોડિયા તાલુકાનું સિંહાપુરા સમગ્ર ગામ શોકમય વાતાવરણમાં
વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગામે રહેતા રાજુભાઈ છગનભાઈ ભાલીયાના પરિવારને અકસ્માત થતા રાજુભાઈ છગનભાઈ ભાલીયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરંતુ. આ સમગ્ર ગામ લગ્નની તૈયારી કરી રહ્યું હતું તે સમયે આ ઘટના બની હતી અને સમગ્ર ઘટના બનતા એકા એક સમગ્ર ગામ શોકમાં છવાઈ ગયું હતું. તેમજ આ ગામના સરપંચ મનહરભાઈ અને ડેપ્યુટી સરપંચ કાનજીભાઈ સહિત ગામલોકો એ શોખ વ્યક્ત કર્યો હતો.
મંડાયેલા લગ્ન મંડપ પણ સુમસામ અવસ્થામાં
રાજુભાઈ છગનભાઈ ભાલીયાના દીકરા ગૌતમ અને દિકરી વૈશાલી બંનેના લગ્ન હોવાથી ગામના મંદિર પાસે પૂરજોશમાં લગ્નની તૈયારીઓના ભાગરૂપે લગ્ન મંડપો પણ બંધાઇ ગયા હતાં. પરંતુ એકાએક આ ઘટના બનતા સમગ્ર ગામ હિબચે ચઢયું હતું. અને આ ખુશીના મંડપો ખાલી ખમ અવસ્થામાં થઈ પડ્યા હતા અને સમગ્ર ગામમાં શોકમય વાતાવરણમાં છવાય જવા પામ્યું હતું એટલું જ નહીં પરંતુ આ દિકરા અને દીકરીએ પિતાના આશીર્વાદ લેતા પહેલા જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જેથી આ બંને દીકરા દીકરીના હ્દય ને ખૂબ જ ઠેસ પહોંચી હતી. પરિવારના સભ્યો એ પોતાનો મોભી ગુમાવી દીધો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject