Home » શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલ દીપડો મકાનમાં ફસાયો
શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલ દીપડો મકાનમાં ફસાયો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
83
છેલ્લા કેટલાક સમયથી વન્યજીવોની રહેણાંક વિસ્તારમાં ઘૂસી જવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયો અમરેલીના ધારીનો છે. જેમાં એક દીપડો ગામના એક રહેણાંક મકાનમાં ઘુસી ગયો હતો. જોકે, ગામલોકોએ વન અધિકારીઓને જાણ કરતા વન વિભાગની ટીમ રેસ્કયુ માટે આવી પહોંચી હતી.અને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરાઇ હતી.
વિડીયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ હાથમાં લાકડી સાથે મકાનની દિવાલ પર ઉભો છે.અને તે ઘરમાં ઘુસેલા દીપડાના બહાર આવવાની રાહ જોઇ રહ્યો છે. થોડીવારમાં દીપડો બહાર આવે છે. અને ઝડપથી બાજુમાં રહેલી સીડી ચઢીને મકાનની છત પર જતો રહે છે.અને ત્યાંથી એક પછી એક છત કૂદીને પલાયન થઇ જાય છે.