Home » રાજ્યની પોલીસે કર્યું એવું કામ કે પરપ્રાંતિય મહિલા પણ માની ગઇ કે આ છે અમારા સાચા મિત્ર
રાજ્યની પોલીસે કર્યું એવું કામ કે પરપ્રાંતિય મહિલા પણ માની ગઇ કે આ છે અમારા સાચા મિત્ર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
60
મધ્યપ્રદેશ રાજયમાંથી મજુરીકામ કરવા માટે આવેલા પરપ્રાંતિય મહિલા, પોતાના પતિથી વિખુટી પડી જતાં મહિલાનું ગણતરીની કલાકોમાં તેમના પતિ સાથે મિલન કરાવી, ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને રાજુલા પોલીસની ટીમે સાર્થક કર્યું છે.
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી, સા.કુંડલા વિભાગ સા.કુંડલાનાએ પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો સાથે માનવીય અભિગમ દાખવવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગત શનિવારના રોજ સવારના આશરે નવ વાગ્યાની આસપાસ રાજુલા ટાઉન બીટ ઇન્ચાર્જ હેડ.કોન્સે. ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પોલીસ સ્ટાફ પો.સ્ટે.માં હાજર હતા, તે સમયે એક 30 વર્ષની એક મહિલા પો.સ્ટે.માં આવેલી અને હિન્દી ભાષામાં તેણે જણાવેલું કે તે મધ્યપ્રદેશના ઉમરવાની તા.જી.બૈતુલ ખાતેથી અહીં રાજુલા આવેલી છે અને તેને પોતાના પતિએ ઘરેથી કાઢી મુકેલી છે. તેના પતિ રાજુલામાં કયાં રહે છે તેની તથા તેમનો મોબાઇલ નંબર પણ તેની પાસે ન હોય જેથી તેના પતિનો સંપર્ક કરવો ઘણો મુશ્કેલ હતો, પરંતુ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એ.એમ.દેસાઇની સુચના અને માર્ગદર્શન હેઠળ મહિલા એ.એસ.આઇ કિરણબેન પ્રતાપભાઇ તથા પો.કોન્સે. દયાબેન ગભરૂભાઇએ તેને આશ્વાસન આપી ચા-નાસ્તો કરાવી, વાતચીત કરતાં મહિલાએ પોતાનું નામ રોશનબેન અને તેના પતિનું નામ રામપાલ યાદવ હોવાનું જણાવ્યું હતું.
વાતચીત દરમિયાન મહીલાનું માનસિક સમતુંલન બરાબર ન હોવાનું જણાઇ આવેલું અને મહિલાના કહેવા મુજબ રાજુલા મફતપરા વિસ્તાર, રામ રાજ્ય સોસા., બસ સ્ટેશન પાછળનો વિસ્તાર વગરેમાં મહિલા પો.કોન્સે. સાથે તેના પતિની તપાસ કરેલી પરંતુ બહેન ગુજરાતી ભાષા જાણતા ન હોય અને રાજુલા પહેલી વખત જ આવેલી હોય તેનું ઘર મળ્યું નહીં. જેથી બહેનના પતિની તપાસ થવા માટે તેઓનો ફોટો સોશિયલ મીડિયામાં મોકલ્યો. જેમાં રાજુલા શહેરના પત્રકાર મિત્રો તથા રાજુલા શહેરના નાગરીકોનો સારો સહકાર મળ્યો હતો. બાદમાં રાજુલા શહેરમાં રહીને સિન્ટેકસ કંપનીમાં પરપ્રાંતિય લોકો નોકરી કરતા હોય જેથી તે દિશામાં તપાસ કરવાં લુણસાપુર સિન્ટેકક્ષ કંપનીના હેડ. દાસનો સંપર્ક કરી રામપાલ યાદવ નામનો કોઇ વ્યકિત નોકરી કરતો હોય તો જાણ કરવાં જણાવતા આવા નામના ત્રણેક વ્યકિતઓ નોકરી કરતા હોવાની હકીકત જાણવા મળી હતી. જે પૈકી એક માણસ 13 દિવસ નોકરી કરી હાલ રજા પર હોવાની હકીકત જાણવા મળેલી. જેનો ફોન નંબર મેળવી સંપર્ક કરતા મોબાઇલ નંબર બંધ આવતો હતો.
આમ તપાસ કરતાં કરતાં બપોરનો સમય થઇ ગયો હોઇ મહિલા બહેનને પો.સ્ટે.માં જ મહિલા પોલીસ દ્વારા બપોરનું ભોજન કરાવી પોલીસ સ્ટેશનમા બેસાડી હતી. તે દરમિયાન તેના પતિનો મોબાઇલ નંબર શરૂ થતાં તેનો સંપર્ક કરી પો.સ્ટે. બોલાવતા તેણે હકીકત જણાવેલી કે ’’આ બહેન તેના પત્ની છે અને તેને મધ્યપ્રદેશથી અહીં રાજુલા લાવેલો છે અને તે માનસિક બિમારીથી પીડાઇ છે. તે સવારના સમયે પોતાના રૂમ પરથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલી હોય તેઓ આ બાબતે પોતાની રીતે તપાસ કરતાં હોવાનું જણાવેલું. આમ ગુજરાતી ભાષાથી અજાણ પરપ્રાંતિય મહિલાને પોતાનો પતિ મળી જતાં તેઓએ રાજુલા પોલીસનો આભાર માન્યો. આમ એક પરપ્રાંતિય મહિલાને તેના પતિ સાથે ગણતરીની કલાકોમાં મિલન કરાવી, ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કર્યું છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject