Home » ખૂબ જ દુર્લભ બીમારીને કારણે હંમેશા હસતી રહે છે આ છોકરી
ખૂબ જ દુર્લભ બીમારીને કારણે હંમેશા હસતી રહે છે આ છોકરી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
84
ઓસ્ટ્રેલિયામાં જન્મેલી આ એવી બાળકી છે કે, જેના ચહેરા પર જન્મજાત સ્મિત જ જોવાં મળે છે. આ છોકરી બાયલેટરલ માઇક્રોસ્ટોમિયા નામની દુર્લભ બીમારીથી પીડિત છે, જે ચહેરાની સુંદરતા અને હાવભાવને અસર કરે છે. આ બીમારીને કારણે આ છોકરી હંમેશા હસતી જ જોવાં મળે છે. તેની આ બીમારીના કારણે તે ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટાર બની ગઈ છે.
આ છોકરી દુર્લભ રોગ માઇક્રોસ્ટોમિયાથી પીડિત છે. ડૉક્ટરે આ બાળકીના માતા-પિતાને જણાવ્યું કે આયલા ગર્ભાવસ્થા દરમિયાન આ દુર્લભ ડિસઓર્ડરથી પીડિત હતી. એક બાળકીની આ સ્મિત સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર લાખો યુઝર્સને પસંદ પડી રહી છે. પરંતુ હકીકતમાં આ બાળકી દુર્લભ જન્મજાત વિસંગતતા સાથે જન્મી છે. ડિસેમ્બર 2021માં જન્મેલી આયલા સમર બાયલેટરલ માઇક્રોસ્ટોમિયાથી પીડિત છે. તે ખૂબ જ દુર્લભ ડિસઓર્ડર છે જે ચહેરાની સુંદરતા અને મૌખિક પ્રવૃત્તિને અસર કરે છે.
આ બીમારીને કારણે આ છોકરી હંમેશા હસતી રહે છે અને તેના કારણે તે ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટાર બની ગઈ છે. ડૉક્ટરે આ બાળકીના માતા-પિતાને જણાવ્યું કે આયલા ગર્ભાવસ્થા દરમિયાન આ દુર્લભ ડિસઓર્ડરથી પીડાઈ હતી. મિડીયા સાથે વાત કરતા બાળકીની માતાએ કહ્યું કે, મેં આ પહેલા ક્યારેય આ બીમારી વિશે સાંભળ્યું ન હતું અને આવી બીમારીથી પીડિત કોઈ બાળકને ક્યારે જોયો પણ નથી.
ક્લેફ્ટ પેલેટ-ક્રેનિયોફેસિયલ જર્નલમાં પ્રકાશિત થયેલા 2007ના રિસર્ચ મુજબ, વિશ્વભરમાં આ દુર્લભ રોગના માત્ર 14 કેસ નોંધાયા છે.આયલાના માતા-પિતા ડૉક્ટરો સાથે બાળકના સારા જીવન નોર્મલ જીવન જીવે તે માટે એક વિકલ્પ સર્જરી છે. ઈન્સ્ટાગ્રામ પર તે લોકોને આ દુર્લભ બીમારી વિશે જાગૃત કરી રહ્યા છે અને પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે. સાથે જ ડોકટરોએ ઓપરોશનની સલાહ આપી છે કે તે જેનાથી આયલાનો ચહેરો અને મોં થઇ શકે છે કારણ કે હવે તે મોટી થાય છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject