Home » વાઘને હેરાન કરી રહ્યો હતો આ શખ્સ, અચાનક પાંજરામાં ફસાઇ ગયો હાથ અને પછી…,Video
વાઘને હેરાન કરી રહ્યો હતો આ શખ્સ, અચાનક પાંજરામાં ફસાઇ ગયો હાથ અને પછી…,Video
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
142
જંગલમાં સિંહ અને વાઘના વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. જ્યા તેની નજીક જવાની ભૂલ કોઇ જ કરતું નથી પરંતુ જ્યારે આ ખતરનાક પ્રાણી પાંજરામાં હોય એટલે અમુક લોકો તેને હેરાન કરવાની તક છોડતા નથી. જોકે, ઘણીવાર આવું કરવું જીવના જોખમ બરોબર છે.
એક શખ્સનો વિડીયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેની એક ભૂલ તેને આજીવન યાદ રહેશે. વિસ્તારથી વાત કરીએ તો વિડીયોમાં, જ્યારે એક વ્યક્તિ પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં વાઘને જુએ છે, ત્યારે તે તેને પરેશાન કરવા લાગે છે. વિડીયોમાં દેખાતા વ્યક્તિની હરકતોથી દરેકના શ્વાસ અટકી ગયા હતા. આ વ્યક્તિ ટાઈગરને પાંજરામાં બંધ જોઈને તેના પર આંગળીઓ ફેરવવા લાગ્યો હતો. પરંતુ તે જ દરમિયાન તેનો હાથ પાંજરામાં ફસાઇ જાય છે અને તે સતત તેને કાઠવાનો પ્રયત્ન કરે છે. જોકે, તેનું નસીબ સારું હતું કે વાઘ તેની તરફ નહોતો જોઇ રહ્યો. અને આ દરમિયાન તેણે ઝડપથી તેનો હાથ પાંજરામાંથી બહાર કાઢી દીધો હતો. જો વાઘની નજર માત્ર પણ પડી ગઇ હોત તો તે તેનો હાથ ગુમાવી બેઠો હોત. આ વિડીયોને 1 દિવસમાં 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વ્યક્તિની અજ્ઞાનતા પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં આ વ્યક્તિને લોકો મૂર્ખ બતાવી રહ્યા છે.
આ વ્યક્તિ વારંવાર એવું કરે છે કે તેનો હાથ પિંજરામાં ફસાઈ જાય છે. વારંવાર વાઘને હેરાન કર્યા બાદ તેનો હાથ ચોંટી જાય છે અને તે પછી તેને શ્વાસ ચડી જાય છે. તેને લાગે છે કે થોડીક સેકન્ડનો વિલંબ થશે અને વાઘ તેનો હાથ કાચો ચાવી જશે. તેની હાલત બગડે છે. ચહેરાની હવા પણ ઉડી જાય છે. તેનો શ્વાસ અટકી જાય છે. અંતે તે પોતાનો હાથ પાંજરામાંથી બહાર કાઢવામાં સફળ થાય છે. જોકે, આ દરમિયાન સારું થયું કે વાઘનું ધ્યાન વ્યક્તિ તરફ ન હતું, નહીંતર વાઘને આંગળી ચીંધવાની સજા વાઘે પોતે જ આપી હોત.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject