Home » ભરૂચમાં PSI હોવાનો રોફ જમાવી રૂપિયાની ઉઘરાણી કરનારા બે શખ્સો ઝડપાયા
ભરૂચમાં PSI હોવાનો રોફ જમાવી રૂપિયાની ઉઘરાણી કરનારા બે શખ્સો ઝડપાયા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
104
ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. આ શખ્સો ખાખી પેન્ટ અને સફેદ શર્ટ પહેરી રહેણાંક વિસ્તારોમાં દીકરી બીમાર છે તેમ કહી લોકો પાસેથી રૂપિયા ખંખેરતા હતા.. પોલીસે તેમની ધરપકડ કરી તેણે કેટલા ગુના આચર્યા છે તે ભેદ ઉકેલવા માટે રિમાન્ડની તજવીજ આરંભી છે..
ઝડપાયેલા શખ્સનું નામ નુર મોહમ્મદ ફતેહ મોહમ્મદ અને સિરાજ અબ્દુલ રહેમાન હોવાનું સામે આવ્યું છે.. તેમણે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા ઇમરાનભાઇ નામના વ્યકિતને પીએસાઇ હોવાની ઓળખ આપી રૂપિયા 5 હજાર પડાવી લીધા હતા. આ ઉપરાંત ભરૂચ જંબુસર બાયપાસ વિસ્તારમાં પણ એક શખ્સને નકલી પીએસઆઇ તરીકેની ઓળખ આપી રૂપિયા 7500 પડાવી લીધા હતા. પોલીસે નુર મોહમ્મદ અને તેના સાથી સિરાજ અબ્દુલ રહેમાનની ધરપકડ કરી છે. પોલીસે આ બન્ને શખ્સોની પૂછપરછ કરી તેમણે અત્યાર સુધી આવા કેટલા તોડ કર્યા તેને લઇને પૂછપરછ હાથ ધરી છે
આ પણ વાંચો – કાંટીપાડાના ઝરણા ફોરેસ્ટ ફળિયાથી નેત્રંગને જોડતો માર્ગ ખાતમુહૂર્ત થયાનાં 15 વર્ષે પણનથી બન્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject