Home » ભારત વિરુદ્ધ વન-ડે સીરીઝ માટે વેસ્ટઈન્ડિઝે જાહેર કરી ટીમ, આ ખેલાડી પરત ફર્યો
ભારત વિરુદ્ધ વન-ડે સીરીઝ માટે વેસ્ટઈન્ડિઝે જાહેર કરી ટીમ, આ ખેલાડી પરત ફર્યો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
79
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20I બાદ વન-ડે સીરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. હવે તે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આગામી સીઝન માટે તૈયારીઓ શરૂ કરશે. આ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝે ભારત વિરુદ્ધ વન-ડે સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારત વિરુદ્ધની વન-ડે સીરીઝ માટે ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર ટીમમાં પરત ફર્યો છે.
ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર T20I અને વન-ડેમાં હરાવી ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જવાની છે. હવે ભારતીય ટીમનું આગામી મિશન વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ છે. ઈંગ્લેન્ડમાં રમી રહેલા ઘણા ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે, જ્યારે કેપ્ટનશિપની જવાબદારી શિખર ધવનને સોંપવામાં આવી છે. શ્રેણીની પ્રથમ મેચ 22 જુલાઈએ રમાશે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝે પણ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝે જાહેર કરેલી ટીમમાં ખાસ વાત એ છે કે ઓલરાઉન્ડર જેસન હોલ્ડરની ટીમમાં વાપસી થઈ છે. ટીમમાં નિકોલસ પૂરન કેપ્ટનશિપ કરતા જોવા મળશે.
જેસન હોલ્ડરને બાંગ્લાદેશ સામે તાજેતરમાં પૂર્ણ થયેલી હોમ સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો હતો, જ્યાં વિન્ડીઝને 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ હવે તે પરત ફર્યો છે. વેસ્ટ ઈન્ડિઝના મુખ્ય પસંદગીકાર ડેસમંડ હેન્સે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે જેસન હોલ્ડર વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે અને અમે તેને ટીમમાં પરત કરીને ખૂબ જ ખુશ છીએ. હોલ્ડર ફરીથી ઉત્સાહિત અને તૈયાર હશે. તેમણે કહ્યું કે, ગુયાનામાં બાંગ્લાદેશ સામે અમારી ત્રણ પડકારજનક મેચ હતી, તેથી જ્યારે અમે ત્રિનિદાદમાં ભારતનો સામનો કરીશું ત્યારે અમે વાપસી કરવા ઈચ્છીશું.
ભારત સામેની ODI શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ:
નિકોલસ પૂરન (કેપ્ટન), શાઈ હોપ (વાઈસ-કેપ્ટન), શામરા બ્રુક્સ, કેસી કાર્ટી, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, ગુડાકેશ મોતી, કીમો પોલ, રોવમેન પોવેલ, જેડન સીલ્સ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject