Home » આ શું થઈ રહ્યું છે? રાજ્યમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા દરમિયાન મોત
આ શું થઈ રહ્યું છે? રાજ્યમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા દરમિયાન મોત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
147
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ક્રિકેટ રમતા દરમિયાન યુવાનોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે. સુરત અને રાજકોટમાં ક્રિકેટ રમતા દરમિયાન યુવાનને હાર્ટ એટેકના કારણે મોત થયું હતું કઇંક આવું જ હવે અમદાવાદમાં બન્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, G.S.T office અમદાવાદ ખાતે ફરજ બજાવતા વસંત રાઠોડને ક્રિકેટ મેદાનમાં બોલિંગ કરવા દરમિયાન અચાનક છાતી દુખાવો શરૂ થયો હતો. જે બાદ તે મેદાનમાં જ ઢળી પડ્યો. કોઇ કઇ સમજે તે પહેલા જ યુવકનું મોત થયું હતું.
થોડા દિવસો પહેલા રાજકોટમાં એક જ દિવસે બે યુવકોના મોત નિપજ્યા હતા અને તેનું કારણ હાર્ટ એટેક હતુ. આવી જ રીતે અમદાવાદમાં ભાજડ સર્કલ નજીક આવેલા એક ક્રિકેટ મેદાનમાં મેચ દરમિયાન એક યુવાનનું મોત થયું છે. આ યુવાનનું નામ વસંત રાઠોડ છે, જે શાસ્ત્રીનગરમાં રહે છે અને G.S.T office અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. શનિવારે આ યુવાન જ્યારે તેના સાથી મિત્રો સાથે ભાડજમાં આવેલા મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો, તે દરમિયાન તેને અચાનક છાતીના ભાગમાં દુખાવો શરૂ થયો હતો. જણાવી દઇએ કે, સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત અને અમદાવાદ જીએસટી ઓફીસ વચ્ચે મેચ હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે, તે બોલિંગ કરવા માટે જાય છે પરંતુ આ દરમિયાન તેને છાતીમાં દુખાવો થાય છે અને તે જમીન પર બેસી જાય છે અને પછી તુરંત જ તે ઉભો થઇ જાય છે અને થોડીવારમાં તે ફરી જમીન પર બેસી જાય છે. આ દરમિયાન તેના સાથી મિત્રો તેની પાસે જાય છે અને તેની મદદ કરવાનો પ્રયત્ન કરે છે.
મળી રહેલી માહિતી અનુસાર, તેની તબિયત વધારે બગડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યા તેને મૃત જાહેર કરવામા આવે છે. તબીબોના જણાવ્યા અનુસાર રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે ચાર દિવસ પહેલા આ રીતે ક્રિકેટ રમતી વખતે થોડા જ સમયમાં બે લોકોના મોત થયા હતા. ક્રિકેટના મેદાનમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject