Home » બ્રિટનમાં ગરમીનો કહેર, ગૂગલ અને ઓરેકલના બંધ કરવા પડ્યા ક્લાઉડ સર્વર
બ્રિટનમાં ગરમીનો કહેર, ગૂગલ અને ઓરેકલના બંધ કરવા પડ્યા ક્લાઉડ સર્વર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
62
યુરોપમાં ગરમીને કારણે હવે ટેક્નોલોજીમાં ઘણી રૂકાવટો આવી રહી છે. એક તરફ વધતા તાપમાનને કારણે ફ્રાન્સ,ગ્રીસના અનેક જંગલોમાં ભયાનક આગ લાગેલી છે. તો બીજી તરફ બ્રિટનમાં પણ ગરમીને કારણે દિગ્ગજ ટેક કંપનીઓને કેટલાક વિસ્તારોમાં પોતાના ક્લાઉડ સર્વર સાથે સંબંધિત મશીનો બંધ કરવા પડી રહ્યા છે. તેમાં પણ બ્રિટનમાં સર્વર કુલિંગમાં પરેશાની આવ્યા બાદ ગૂગલ અને ઓરેકલને પોતાના ક્લાઉડ સર્વર ઓફલાઇન કરવા પડ્યા છે.
પૂર્વીય બ્રિટનમાં ગરમીનો પારો 40.3 ડિગ્રી પર પહોંચ્યો છે. ત્યાં રહેતા લોકો આટલી આકરી ગરમીથી ટેવાયેલા નથી. ટેક કંપનીઓના ડેટા સેન્ટર પણ આટલી ગરમીમાં યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા.મોટા નુકસાનથી બચવા માટે અનેક મશીનોને બંધ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે અનેક સેવાઓ પણ પ્રભાવિત થઇ રહી છે.
ઓરેકલે અનેક ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રકચર રિસોર્સ ઓફલાઇન કરી દીધા છે. જેમાં યૂકેના દક્ષિણમાં સર્વરથી આપવામાં આવતું નેટવર્કિંગ, સ્ટોરેજ અને કોમ્પ્યુટર શામેલ છે.કંપનીએ આ પગલું હાર્ડવેરને બળતું રોકવા માટે ઉઠાવ્યું છે. ઓરેકલે મંગળવારે એક નિવેદન જારી કર્યું હતું કે તાપમાન વધવાને કારણે સાઉથના ડેટા સેન્ટરની અંદર કુલિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પરેશાની આવી રહી છે. એટલે કેટલાક વિસ્તારોમાં હોસ્ટ કરાયેલા ઓરેકલ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રકચર રિસોર્સ સુધી પહોંચવા કે પછી તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ સામે આવી રહી છે. સંબંધિત કર્મચારી મશીનોને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છે.
આ રીતે પરેશાનીનો સામનો કરનાર કંપની માત્ર ઓરેકલ નથી. ગૂગલ ક્લાઉડને પણ આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.કંપની અનુસાર યુરોપ-વેસ્ટ2-એમાં સ્થિત સિસ્ટમમાં એરરની સંખ્યા વધી છે. લોકો વિલંબ કે પછી સેવામાં અનુપલબ્ધતા જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેજ રીતે ગૂગલ અને ઓરેકલ ઉપરાંત બીગક્વેરી અને ક્યુબરનેટ્સ સહિત સ્ટોરેજ અને કોમ્પ્યુટર સંબંધિત અનેક ટેક કંપનીઓને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગૂગલે 4.15 યુનિવર્સલ ટાઇમ પર ડાઉનટાઇમની વાત સ્વીકારી છે.જેને કારણે યૂકેમાં વર્ડપ્રેસ એન્જિન દ્વારા હોસ્ટ કરવામાં આવેલી વેબસાઇટ નીચે આવી ગઇ છે.જેમને ગૂગલ ક્લાઉડ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વધારે તાપમાનને કારણે ઇંગ્લેડના કેટલાક હિસ્સાઓમાં આગ લાગી છે. જેમના કારણે અનેક વાહન વ્યવહાર, રેલ અને વીજળીની સેવાઓ પ્રભાવિત થઇ છે. લ્યૂટન એરપોર્ટને રન વે પીગળવાને કારણે અસ્થાયી રૂપે બંધ કરાયો છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject