ગૂગલના
કો-ફાઉન્ડરની પત્ની સાથેના કથિત સંબંધોને લઈને વિવાદમાં રહેલા વિશ્વના સૌથી ધનિક
વ્યક્તિ એલોન મસ્કે આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એલોન મસ્કનું ગૂગલના સહ-સ્થાપક સર્ગેઈ બ્રિનની
પત્ની નિકોલ શાનાહન સાથે અફેર છે. આ કથિત અફેર સર્જેઈ બ્રિન અને તેની પત્ની વચ્ચે
છૂટાછેડા તરફ દોરી ગયું.
રિપોર્ટ
અનુસાર 2008ની આર્થિક કટોકટી દરમિયાન બ્રિને એલોન
મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાને ડૂબતી બચાવી હતી. આટલું જ નહીં, મસ્ક અને બ્રિન વચ્ચે સારી મિત્રતા પણ
કહેવાય છે. જોકે, હવે બ્રિનની પત્ની સાથેના સંબંધોને
લઈને ઈલોન મસ્કે પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું, સર્ગેઈ અને હું મિત્રો છીએ અને ગઈકાલે
રાત્રે સાથે પાર્ટીમાં હતા. મેં ત્રણ વર્ષમાં માત્ર બે વાર જ નિકોલને જોઈ છે.
અમારી પાસે એવું કંઈ નથી.
અગાઉના
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટેસ્લા ઇન્કના સહ-સ્થાપક મસ્ક ડિસેમ્બરની
શરૂઆતમાં મિયામીમાં બ્રિનની પત્ની નિકોલ શાનાહનને મળ્યા હતા. એલોન મસ્ક અને
સેર્ગેઈ બ્રિન લાંબા સમયથી મિત્રો હતા. મસ્ક બ્રિનના સિલિકોન વેલીના ઘરની વારંવાર
મુલાકાત લેતા હતા. આ મુલાકાત લાંબો સમય ચાલી અને બંને વચ્ચેના સંબંધો પણ વધતા ગયા.
48 વર્ષીય બ્રિને અફેરના અહેવાલો બાદ
જાન્યુઆરીમાં શાનાહનથી છૂટાછેડા માટે અરજી કરી હતી.