Home » એક સમયની સોનાની લંકાના લોકો અનાજ માટે ઘરેણા વેચી રહ્યા છે, સોનાનો ભાવ બે લાખને પાર
એક સમયની સોનાની લંકાના લોકો અનાજ માટે ઘરેણા વેચી રહ્યા છે, સોનાનો ભાવ બે લાખને પાર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
74
ભારતનો પાડોશી દેશ શ્રીલંકા અત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. જના કારણે ત્યાંના લોકોની સ્થિતિ દયનીય બની છે. એક સમયે સોનાની લંકાના લોકોને આજે અનાજ ખરીદવા માટે પોતાના ઘરેણા વેચવાની ફરજ પડી છે. તેમને અનાજ અને અન્ય જીવનજરુરી ચીજવસ્તુઓ ખરીદવા ઘરના ઘરેણા વેચવાની ફરજ પડી છે. કોલંબોના સૌથી મોટા સોનાની માર્કેટ કોલંબો ગોલ્ડ સેન્ટરના કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે લોકોને રોજિંદો પુરવઠો ખરીદવા માટે ઘરેણાં વેચવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે ‘અમે શ્રીલંકામાં આટલું સંકટ પહેલા ક્યારેય નથી જોયું. શ્રીલંકાના ચલણના મૂલ્યમાં ઐતિહાસિક ઘટાડા પછી, ઘરેણાં ખરીદનારાઓની સંખ્યા ઘણી ઓછી અને વેચનારાઓની સંખ્યા વધુ થઈ છે.’
શ્રીલંકા 1948માં તેની આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકન રૂપિયો સૌથી નબળો દેખાવ કરનાર ચલણ બની ગયો છે. શનિવારે એક ડોલરની કિંમત 315 શ્રીલંકાના રૂપિયા બરાબર હતી. ખાનગી મની એક્સચેન્જો એક ડૉલર માટે 345-380 શ્રીલંકન રૂપિયા સુધીનો ચાર્જ કરે છે. 24 કેરેટ સોનાની કિંમત 2.05 લાખ શ્રીલંકન રૂપિયાને પણ પર પહોંચી ગઈ છે.
કટોકટીમાંથી બહાર આવવા માટે ત્રણ અબજ ડોલરની જરૂર પડશેઃ નાણામંત્રી
શ્રીલંકાના નાણા પ્રધાન અલી સાબરીએ શનિવારે જણાવ્યું હતું કે આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવા અને આવશ્યક પુરવઠાની સપ્લાય ચેઇનને સુધારવા માટે આગામી છ મહિનામાં દેશને 3 બિલિયન ડોલરની સહાયની જરૂર પડશે. તેમણે કહ્યું ‘આ એક બહુ મુશ્કેલ કામ છે.’ એક મીડિયા એજન્સી સાથેની ખાસ વાતચીતમાં સબરીએ કહ્યું ‘અમે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે વાત કરવા તૈયાર છીએ. આંતરરાષ્ટ્રીય સાર્વભૌમ બોન્ડની પુનઃરચના, દેવું ચૂકવણી મોરેટોરિયમ અને જુલાઈમાં 1 બિલિયન ડોલરનું દેવું ચૂકવવા માટે વધુ સમય માંગવા જેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’
19 અપ્રિલથી સંસદ સત્ર શરુ થશે
શ્રીલંકાની સંસદનું સત્ર 19 થી 22 એપ્રિલ સુધી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે 3 એપ્રિલે 26 કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું. 42 સાંસદોએ એક સાથે વિદાય લેતા સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. વિપક્ષ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સામે મહાભિયોગ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject