Home » યુદ્ધના 37 દિવસ બાદ યુક્રેને કર્યો પલટવાર, રશિયાના ઓઇલ ડેપો પર કર્યો હુમલો
યુદ્ધના 37 દિવસ બાદ યુક્રેને કર્યો પલટવાર, રશિયાના ઓઇલ ડેપો પર કર્યો હુમલો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
72
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ છેલ્લા 37 દિવસથી ચાલી રહ્યું છે. ન તો રશિયા પીછેહઠ કરવા તૈયાર છે અને ન તો યુક્રેન ઝુકવા તૈયાર છે. રશિયન યોજના અનુસાર 24 ફેબ્રુઆરીએ હુમલાના એક અઠવાડિયામાં યુદ્ધ સમાપ્ત થઈ જવું જોઈએ, પરંતુ આવું થયું નહીં. યુક્રેનની સેનાએ રશિયાને જડબાતોડ જવાબ આપ્યો એટલું જ નહીં પરંતુ એવા અહેવાલો પણ સામે આવ્યા હતા જેમાં રશિયન સેનાએ પીછેહટ કરવાની પરિસ્થિતિ ઉભી થઇ છે.
આ 37 દિવસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે યુક્રેનની સેનાએ હવે રશિયન સરહદમાં ઘૂસીને જવાબી કાર્યવાહી કરી છે. અહેવાલો અનુસાર, યુક્રેનના હેલિકોપ્ટરોએ શુક્રવારે રશિયન તેલના ડેપો પર હવાઈ હુમલો કર્યો હતો. રશિયાના ગવર્નરે આ વાતની પુષ્ટિ કરી છે.
યુક્રેનની સરહદથી માત્ર 30 કિમી દૂર રશિયન શહેર બેલ્ગોરોડ પર યુક્રેને હવાઈ હુમલો કર્યો છે. આ શહેરના ગવર્નરે કહ્યું કે ઓઇલ ડેપો પર યુક્રેનના હેલિકોપ્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રશિયન મીડિયા દ્વારા હુમલાના વીડિયો અને ફોટા પણ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઓઈલ ડેપો સળગતો જોવા મળ્યો હતો. ઉપરાંત બેલગોરોડમાં એક પ્રિન્ટિંગ હાઉસ પર પણ યુક્રેનની સેનાએ ફાયરિંગ કર્યું હતું. પ્રિન્ટિંગ હાઉસના ડિરેક્ટરે જણાવ્યું કે વહેલી સવારે ગોળીબાર થયો હતો.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject