Home » દુષ્કર્મ અને હત્યાનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો, ટોળાએ લીધો જીવ
દુષ્કર્મ અને હત્યાનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો, ટોળાએ લીધો જીવ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
177
આસામના લખીમપુર જિલ્લામાં ગુરુવારે એક ટોળા દ્વારા લિંચિંગનો મામલો સામે આવ્યો છે, અહીં દુષ્કર્મ અને હત્યાનો આરોપી જે મંગળવારે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યા બાદ આરોપી રાજુ બરુઆ ઉર્ફે ગેરઝાઈ ઘિલામરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કિલાકિલી ગામમાં એક નાળા પાસે છુપાઈ ગયો હતો. પછી કેટલાક ગ્રામજનોએ તેને જોયો અને તેઓએ તેને પકડી લીધો અને પોલીસને સોંપતા પહેલા તેને બેરહેમીથી માર્યો, ત્યારબાદ તેનું મૃત્યુ થયું. હુમલા માટે જવાબદારોને ઓળખવા માટે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી
લખીમપુરના પોલીસ અધિક્ષક બીએમ રાજખોવાએ જણાવ્યું કે, અમને ગુરુવારે સવારે આ ઘટનાની જાણ થઈ. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આરોપી ગંભીર રીતે ઘાયલ અને બેભાન થઈ ગયો હતો. આ પછી આરોપીને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તેનું મોત થઈ ગયું હતું. આરોપી આજ વિસ્તારનો હતો અને તેની સામે લૂંટ, દુષ્કર્મ અને હત્યાના ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે.
ત્રણ આરોપીઓ કોર્ટમાંથી નાસી ગયા હતા
તેણે વધુમાં કહ્યું કે, સ્થાનિક રહેવાસીઓ તેની ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે જાણતા હતા. જ્યારે તેઓએ તેને છુપાયેલો જોયો, ત્યારે તેઓએ તેના પર પોતાનો ગુસ્સો કાઢવા માટે તેને માર માર્યો. હકીકતમાં, બરુઆ અને અન્ય બે ગુનેગારો મંગળવારે ઢાકુખાનાની કોર્ટમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા હતા. તેને ટ્રાયલ માટે લઈ જવામાં આવ્યો હતો. તેમાંથી એકની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ત્રીજાની પોલીસ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.
ગયા વર્ષે પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો
બરુઆ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં કોરોના થયા બાદ તેને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી તે ભાગી ગયો હતો. જે બાદ પોલીસે તેને ફરીથી પકડી લીધો હતો. પોલીસે આ મામલામાં અજાણ્યા લોકો સામે કેસ નોંધીને હુમલા માટે જવાબદાર લોકોની ઓળખ કરવાનું શરૂ કર્યું છે. હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject