
કર્ણાટકમાં હિજાબ વિવાદ સળગી રહ્યો છે તેવા સમયમાં જ શિમોગામાં બજરંગ દળના કાર્યકર્તાની હત્યા થતાં મામલો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. શિમોગામાં હત્યાના બનાવ બાદ 23 ફેબ્રુઆરી સુધી કલમ 144 લાગુ કરી દેવાઇ છે. હિજાબ વિવાદ દરમિયાન જ થયેલી બજરંગ દળના કાર્યકર્તાની હત્યાને સ્વાભાવિકપણે જ હિજાબ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. પરંતુ કર્ણાટકના ગૃહ મંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ તેનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી આ હત્યા અને હિજાબ વિવાદને સાંકળતું કોઇ કનેકશન સામે આવ્યું નથી પરતું પોલીસ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.