Home » ભાજપના ધારાસભ્ય ટી. રાજાને કસ્ટડીમાં મોકલાયા બાદ જામીન પર કરાયા મુક્ત
ભાજપના ધારાસભ્ય ટી. રાજાને કસ્ટડીમાં મોકલાયા બાદ જામીન પર કરાયા મુક્ત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
87
ભાજપના ધારાસભ્ય ટી. રાજાએ કરેલી વિવાદિત ટીપ્પણી બાદ તેમને 14 દિવસની જ્યૂડિશીયલ કસ્ટડીમાં મોકલી દેવાનો નિર્ણય કરાયા બાદ થોડાં કલાકો બાદ કોર્ટે રિમાન્ડ ઓર્ડર પરત લેતા તેમને જામીન આપી દીધાં છે. પોલીસે ટી. રાજાને નામપલ્લી કોર્ટમાં રજુ કર્યાં હતા.
આગાઉ વિવાદિત ટિપ્પણી કરવાના આરોપીમાં તેલંગણા ભાજપના ધારાસભ્ય ટી. રાજાને (T. Raja) 14 દિવસની જ્યૂડિશીયલ કસ્ટડીમાં (Judicial Custody) મોકલી દેવાયા છે. મંગળવારે સવારે પોલીસે તેમની ધરપકડ કરી હતી અને ટી. રાજા સિંહને ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી ચુકી છે.
તેલંગણાની (Telangana) ગોશમહલ વિધાનસભા સીટના ધારાસભ્ય ટી. રાજાની (T. Raja) વિવાદિત ટીપ્પણી કરવાના આરોપમાં પોલીસે રાજાની હૈદરાબાદથી ધરપકડ કર્યાં બાદ ભારતીય જનતા પાર્ટીએ (BJP) સસ્પેન્ડ કરી દીધાં છે. ભાજપે કારણદર્શક નોટીસ પણ જાહેર કરી છે અને 10 દિવસમાં જવાબ માંગ્યો છે. નોટિસમાં તેમને પુછવામાં આવ્યું કે તમને પાર્ટીમાંથી કેમ કાઢી મુકવામાં ના આવે.
તેમણે સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીની (Munwar Farooqui) ટીકા કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. આ કથિત વીડિયોમાં તે કથિત રીતે એક ધર્મ વિરૂદ્ધ વિવાદીત ટીપ્પણી કરતા જોવા મળી રહ્યાં છે. ફારૂકી હાલમાં જ શહેરના એક કાર્યક્રમમાં આવ્યો હતો.
ભાજપ નેતાની ધરપકડની માંગ કરતા સમુદાયના અનેક લોકો સોમવાર રાતે હૈદરાબાદના અનેક વિસ્તારોમાં પ્રગદર્શન કર્યું. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના સુત્રો જણાવે છે કે, પાર્ટીના અનેક ધારાસભ્યો અને ગ્રેટર હૈદરાબાદ કોર્પોરેશનના કાઉન્સિલર પોલીસ મથકે પહોંચ્યા અને ત્યાં પ્રદર્શન કર્યું અને રાજા સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગી કરી.
ઉલ્લેખનિય છે કે, ટી. રાજા (T. Raja) પહેલા નુપુર શર્માએ પણ એક ટીવી ચેનલમાં વિવાદિત ટીપ્પણી કરી હતી. જે બાદ દેશમાં તેના વિરૂદ્ધ પ્રદર્શન થયાં હતા. દેશના જુદાં-જુદાં ભાગોમાં તેમની વિરૂદ્ધ કેસ નોંધાયા હતા અને તે બાદ ભાજપે નુપુર શર્માને (Nupur Sharma) પણ પાર્ટીમાંથી કાઢી મુક્યા હતા.
બીજી તરફ તેલંગણા પોલીસે ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ બંદી સંજય કુમારને પણ કસ્ટડીમાં લીધાં છે. સંજય કુમાર કરીમનગરથી સાંસદ છે. ભાજપ સતત તેલંગણાના મુખ્યમંત્રી KCRની દિકરી કે. કવિતા વિરૂદદ્ધ પ્રદર્શન કરી રહ્યું છે. ભાજપે કે. કવિતાને દિલ્હીના દારૂ ગોટાળામાં કનેક્શન હોવાનો આરોપ લગાવ્યો છે અને આ મામલે તેમના ઘરની બહાર પ્રદર્શન ચાલી રહ્યું છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject