Home » આ શખ્સની હિમ્મત તો જુઓ, પ્લેનમાં પીવે છે સિગારેટ, Video
આ શખ્સની હિમ્મત તો જુઓ, પ્લેનમાં પીવે છે સિગારેટ, Video
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
121
અવાર-નવાર વિવાદોમાં રહેનારા બોબી કટારિયાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે ફ્લાઈટની અંદર સિગારેટ પીતો જોવા મળે છે. જ્યારે પ્લેનમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ છે. પરંતુ તેમ છતાં તે નિયમોનો ભંગ કરતો જોવા મળ્યો હતો. લોકો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગૃહ પ્રધાન અમિત શાહને ટેગ કરીને આ કાયદાની ફરિયાદ કરી રહ્યા છે. સાથે જ સિંધિયાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
બોબી કટારિયા ન માત્ર પ્લેનમાં સિગરેટ પી રહ્યો છે પરંતુ તે પ્લેનની ત્રણેય સીટ પર જુત્તા પહેરીને સૂતો જોવા મળે છે. આ સાથે, વિડીયોના બેકગ્રાઉન્ડમાં એક ગીત પણ વાગી રહ્યું છે, તેની સાથે તે લાઈટર વડે સિગારેટ સળગાવે છે અને પછી કસ ભરીને ધુમાડો છોડતો જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે આ કરતી વખતે તે હસી રહ્યો છે. જોકે, હવે બોબી કટારિયાએ પ્લેનમાં સિગારેટ પીતા વીડિયોને લઈને મોટો ખુલાસો કર્યો છે. કટારિયાએ જણાવ્યું હતું કે, આ વિડીયો અસલી નથી, નકલી છે. તેણે કહ્યું કે, આ વિડીયો એક ફિલ્મનો છે, જે ડમી પ્લેનમાં શૂટ કરવામાં આવ્યો છે અને પ્લેનમાં દેખાતા તમામ લોકો ફિલ્મના ક્રૂ મેમ્બર છે.
તેણે કહ્યું કે, તે પોતાની બાયોપિક બનાવી રહ્યો છે અને તે ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. બોબી કટારિયાએ કહ્યું કે, આ વિડીયો તેણે 2019માં દુબઈમાં બનાવ્યો હતો. તેણે કહ્યું કે, જો પોતે વિચારો કે જો વિડીયો સાચો હોત તો એજન્સીએ કેવી રીતે લાઈટરને પ્લેનમાં લઈ જવાની મંજૂરી આપી હશે. કટારિયાએ કહ્યું કે, મેં કોઈ કાયદો તોડ્યો નથી. તેણે કહ્યું કે, હું આ વિશે વધુ વિગતો આપી શકતો નથી પરંતુ મારે એટલું કહેવું જોઈએ કે મારી બાયોપિક વર્ષ 2024માં રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે, બીજો વિડીયો પણ થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. જેમાં બોબી કટારિયા રસ્તા વચ્ચે ખુરશી ટેબલ મુકીને દારૂ પીતો જોવા મળે છે. દારૂ પીતો આ વિડીયો દહેરાદૂનનો જણાવવામાં આવી રહ્યો છે. હવે બંને કેસમાં આદેશ મળ્યા બાદ પોલીસે ફરી કાર્યવાહી શરૂ કરી છે. ટૂંક સમયમાં જ બોબીને પોલીસ કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવવાની છે. અહેવાલો અનુસાર, 23 જાન્યુઆરી 2022ના રોજ, બોબીએ સ્પાઇસજેટના પ્લેનમાં દુબઈથી દિલ્હીની મુસાફરી કરી હતી. આ દરમિયાન આ વિડીયો બનાવવામાં આવ્યો હતો. જેમાં પ્લેનમાં સિગારેટ પીતો તે જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે વિડીયોને સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે પ્લેનની અંદર સિગારેટ પીનાર વ્યક્તિનું નામ બલવિંદર કટારિયા ઉર્ફે બોબી કટારિયા છે. જે મૂળ હરિયાણાના ગુરુગ્રામનો છે. તે એક યુટ્યુબર છે જે દરરોજ તેના સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો શેર કરતો રહે છે. તેના આવા ઘણા વિડીયો છે, જેને લઈને ભૂતકાળમાં વિવાદ પણ થયો છે. બોબી કટારિયાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ લાખોની સંખ્યામાં છે. તે હરિયાણવી અને બોલિવૂડના કેટલાક કલાકારો સાથે પણ રીલ બનાવે છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject