Home » પ્રેમીને મોકલવામાં આવેલા બોલ્ડ ફોટા બની શકે છે મુસીબત!
પ્રેમીને મોકલવામાં આવેલા બોલ્ડ ફોટા બની શકે છે મુસીબત!
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
98
સોશિયલ મીડિયાના વધી રહેલા પ્રસાર વચ્ચે લોકોની પ્રાઈવસી પણ મોટા પાયે જોખમાઈ રહી છે. લોકોના ખાસ કરીને મહિલાઓના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા ફોટોનો ખૂબ જ દુરૂપયોગ થઈ રહ્યો છે જે એક ચિંતાજનક બાબત કહી શકાય. ઘણીવાર પ્રેમસંબંધમાં પાર્ટનરને મોકલવામાં આવેલી ન્યૂડ તસ્વીર પાછળથી પાર્ટનર સાથે રિલેશન ખરાબ થતા પાર્ટનર દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામા આવે છે.જેને બીજા શબ્દોમાં રિવેન્જ પોર્નના નામે ઓળખવામાં આવે છે. ઘણીવાર આવી કોઇ તસ્વીર મોકલવામાં ન આવી હોય તો પણ અન્ય કોઇની ન્યૂડ તસ્વીર સાથે પાર્ટનરનો ચહેરો જોડી મોર્ફ કરેલી તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ કરી બદલો લેવામાં આવે છે.
28 ટકા કિસ્સામાં ફોટો-વીડિયો સાર્વજનિક કરવાની ધમકી
NCRB ડેટા દર્શાવે છે કે 2021માં બદલો લેવાના ઈરાદાથી 1,716 સાયબર ગુનાઓ કરવામાં આવ્યા હતા. McAfree દ્વારા 2014ના સર્વેક્ષણમાં જણાવાયું છે કે 28% ભારતીયોએ તેમના પાર્ટનર દ્વારા મોકલવામાં આવેલી વાંધાજનક કે અશ્લીલ તસ્વીરો કે પછી વીડિયો સાર્વજનિક કરવાની ધમકી આપી હતી. ઈન્ટરનેટ પરની દરેક વસ્તુની જેમ આવા ફોટો- વિડિયો દૂર કરવા સરળ નથી.
99 ટકા કેસ મ્યુચ્યુઅલ રિવેન્જ પોર્નના
સેન્ટર ફોર સાયબર વિક્ટિમ કાઉન્સેલિંગ સંસ્થાએ છેલ્લા દોઢ વર્ષમાં રિવેન્જ પોર્નના 200 કેસ જોયા છે તેવું એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. આ સંસ્થાના એક અગ્રણીને ટાંકીને કહેવાયું હતું કે ‘તેઓ 2009 થી કામ કરી રહ્યા છે. અને તેમણે આવા ઘણા કેસ જોયા છે. આમાંના 99% કેસ મ્યુચ્યુઅલ રિવેન્જ પોર્નના હોય છે. એટલે કે પ્રેમીઓ અથવા પતિ-પત્ની વચ્ચે બનાવેલા વિડીયો.
મોર્ફિંગ કરીને બદનામ કરવાનો પ્રયાસ
ચિંતાની વાત એ છે કે ઘણા પ્રસંગોએ ફરીયાદીએ આવા કોઇ ફોટા કે વિડીયો મોકલ્યા જ નથી હોતા.. આજના સમયમાં’મોર્ફિંગ અત્યંત સામાન્ય છે. એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં એક મહિલાના પિતરાઈ ભાઈએ મહિલાનો ફોટો મોર્ફ કરીને એવું દર્શાવ્યું હતું કે તે સેક્સ કરી રહી છે.આ ઉપરાંત જે સામે આવ્યું છે તે એ છે કે પ્રેમ સંબંધોમાં માહિતી એક મોટી મિસમેચ છે. છોકરો છોકરીનો સંપૂર્ણ ઈતિહાસ જાણે છે, તેના પરિવારજનો અને મિત્રો વિશે પણ જાણે છે, જ્યારે છોકરી છોકરા વિશે બહુ ઓછી વાતો જાણે છે.
મેટ્રોમોનિયલ વેબસાઇટ્સનો ઉપયોગ
સેક્સટિંગ સામાન્ય થતાં આવા કિસ્સાઓ પણ વધ્યા છે. સાયબર એક્સપર્ટસ કહે છે કે યુવાનોમાં ફોટોગ્રાફ્સ લેવાની પ્રથા ખૂબ જ સામાન્ય છે. આ મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ પર પણ થઈ રહ્યું છે જ્યાં વાતચીત સંવેદનશીલ ચિત્રો અને વિડિયો સુધી આગળ વધે છે. બાદમાં ગુનેગાર તેનો ઉપયોગ બ્લેકમેલ કરવા માટે કરે છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject