આઝાદીની 75મી વર્ષગાંઠના એક દિવસ પહેલા આજે દેશની પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહેલી વખત દેશને સંબોધિત કરી રહી છે.. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “76માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ હું ભારત અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. 14 ઓગસ્ટને પાર્ટીશન-હોરર્સ રિમેમ્બરન્સ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ સ્મારક દિવસની ઉજવણીનો હેતુ સામાજિક સંવાદિતા, માનવ સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે.